GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

PoKના ગિલગિત-બાલ્ટિસ્તાનમાં દર્દનાક બસ દુર્ઘટના, 26 લોકોનાં મોત

PoKના ગિલગિત-બાલ્ટિસ્તાનના પહાડી વિસ્તારમાં બ્રેક ખરાબ થવાને કારણે એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ હતી. જેમાં 26 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે.

પોલીસે જણાવ્યુ હતુકે, પહાડી રસ્તા પર વાહન વાળતી વખતે ચાલકે બસ પરથી નિયંત્રણ ખોઈ દીધુ હતુ. જેને કારણે દુર્ઘટના થઈ હતી. તેમણે જણાવ્યુ કે, દુર્ઘટના ગિલગિત-બાલ્ટિસ્તાનની પાસે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની સીમા પર બાબુસર ટોપ વિસ્તારમાં થયો હતો. બસ સ્કાર્દૂથી રાવલપિંડી જઈ રહી હતી. બસમાં 16 સૈન્ય કર્મી સહિત 40 યાત્રીઓ સવાર હતા.

ગિલગિત-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીના પ્રવક્તા રાશીદ અરશદે કાટમાળમાંથી મહિલા અને બાળકો સહિત 26 લોકોના શબ એકત્ર કર્યાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુકે, 13 યાત્રીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી અમુકની હાલત ગંભીર છે. બસ એક ખાનગી કંપનીની હતી. બાબુસર પાસ માર્ગનો ઉપયોગ સૌથી વધારે પર્યટકો દ્વારા કરવામાં આવે છે. આ દર વર્ષે જૂનથી ઓક્ટોબરની વચ્ચે ખૂલે છે. બાકીનાં સમયમાં બરફને કારણે આ રસ્તો બંધ રહે છે. ઈસ્લામાબાદથી ગિલગિત-બાલ્ટિસ્તાન જવાના રસ્તે આ સૌથી નાનો રસ્તો છે.

READ ALSO

Related posts

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાકાળઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 6.28 લાખને પાર, 3.80 લાખ દર્દી થયા સ્વસ્થ

Mansi Patel

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!