GSTV
India News ટોપ સ્ટોરી

પાખંડી પાકિસ્તાનની પોલ ખુલી: 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ મીર જીવિત, ગણાવ્યો હતો મૃત

પાકિસ્તાને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના સૂત્રધાર સાજીદ મીરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ પહેલા કુખ્યાત પાકિસ્તાની ખુફિયા એજન્સી ISIએ FBI તરફથી મોસ્ટ વોન્ટેડ ઘોષિત સાજીદની મોતનો દાવો કર્યો હતો. વિષેશજ્ઞ મુજબ FATFની ગ્રે લિસ્ટમાંથી નીકળવા માટે પાકિસ્તાને મીરને સજા આપવાનું નાટક કર્યું છે.

નિક્કેઈ એશિયાના અહેવાલ મુજબ, એફબીઆઈના એક અધિકારીએ જણાવ્યું છે કે મીર જીવિત છે, કસ્ટડીમાં છે અને પાકિસ્તાનમાં સજા ભોગવી રહ્યો છે. 2011 માં, મીરને એફબીઆઈ દ્વારા તેના પર $ 5 મિલિયનની ઇનામ સાથે મોસ્ટ વોન્ટેડ સૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને ભારત બંને એક દાયકાથી તેને શોધી રહ્યા છે. લશ્કરના નેતા હાફિઝ સઈદનો નજીકનો સાજિદ મુંબઈ હુમલાના પ્લાનર ડેવિડ કોલમેન હેડલી અને અન્ય આતંકવાદીઓનો હેન્ડલર હોવાનું મનાય છે.

પાકિસ્તાનનો અસલ ઈરાદો

પાકિસ્તાન સાજિદ મીરની ધરપકડ કરીને બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ ધરપકડને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની યોજના કહેવામાં આવી રહી છે. પાકિસ્તાન જૂન 2018થી FATFની ગ્રે લિસ્ટમાં છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં FATFએ કહ્યું હતું કે તે ગ્રાઉન્ડ ટેસ્ટ કર્યા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કરી રહ્યું છે.

લખવીનો સુરક્ષા વડા હતો સાજિદ

સાજિદ મીર 2010 સુધી લશ્કર-એ-તૈયબાના ઓપરેશન ચીફ ઝકી-ઉર-રહેમાન લખવીની સુરક્ષાની જવાબદારી સંભાળતો હતો. તેણે માત્ર વિદેશમાં આતંકવાદીઓની ભરતી જ નથી કરી પરંતુ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પણ ચલાવ્યા હતા. તે ISIના ઇન્ડિયન મુજાહિદ્દીન ઓપરેશનનો પણ ભાગ હતો, જેને કરાચી પ્રોજેક્ટ કહેવામાં આવતું હતું.

Read Also

Related posts

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk
GSTV