GSTV

ભૂખ્ખડ: ન્યૂઝીલેન્ડની ટીમની સુરક્ષામાં રહેલી પાકિસ્તાની પોલીસે મોજ કરી લીધી, 8 દિવસમાં 27 લાખની બિરયાની ઝાપટી ગયાં

Last Updated on September 23, 2021 by Pravin Makwana

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં જ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. જ્યાં વન ડે અને ટી 20 સીરીઝ રમવાની હતી. બાદમાં સુરક્ષાના કારણો આપીને ન્યૂઝીલેન્ડ ટીમે હાથ પાછા ખેંચી લીધા હતા અને પ્રવાસ ટાળી દીધો હતો. આ મામલાને લઈને ભારે હોબાળો થયો હતો. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પર છેતરપીંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હવે આ પ્રવાસને લઈને એક અનોખો વિવાદ છંછેડાઈ ગયો છે. એક પાકિસ્તાની વેબસાઈટના જણાવ્યા અનુસાર ન્યૂઝીલેન્ડની ટીમ આઠ દિવસ સુધી પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન ઈસ્લામાબાદ પોલીસ 27 લાખ રૂપિયાની બિરાયાની ખાઈ ગયા હતા.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ન્યૂઝીલેન્ડની ટીમ પોતાના પ્રવાસ દરમિયાન ઈસ્લામાબાદની સેરેના હોટલમાં રોકાઈ હતી. અહીં ખેલાડીઓની સુરક્ષા માટે ઈસ્લામાબાદ કેપિટલ ટેરેટરી પોલીસને તૈનાત કરી હતી. જે અંતર્ગત 500 પોલીસવાળા ડ્યૂટી પર હતા. તેમાંથી પાંચ એસપી અને કેટલાય એસએસપી શામેલ હતા. આ પોલીસવાળાઓએ ખાવાનો ખર્ચ 27 લાખ રૂપિયાનો કર્યો હતો. સુરક્ષામાં તૈનાત પોલીસવાળા દિવસમાં બે વખત ભરપેટ ખાતા હતા. જેમાં બિરયાની આવતી હતી. જેનું બિલ 27 લાખ રૂપિયા આવ્યુ છે.

આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બિલને પાસ કરવા માટે ફાઈનાન્સ વિભાગ પાસે મોકલવામાં આવ્યું. જ્યાં તપાસ દરમિયાન આટલી મોટી રકમ સામે આવી તો બિલ રોકી દેવામાં આવ્યું. હજૂ તેને પાસ કરવામાં આવ્યુ નથી. કીવી ખેલાડીઓની સુરક્ષામાં ફ્રંટિયર કોન્સટેબુલરીના જવાનો તૈનાત હતા. હજૂ તેમનું બિલ પણ આવવાનું બાકી છે. તેમનું ખાવાનું અલગથી આવે છે.

ન્યૂઝીલેન્ડની ટીમ 18 વર્ષ પછી પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. ટીમમાં મુખ્ય ખેલાડી નહોતા અને કોઈ નવા ચહેરાને લેવામાં પણ આવ્યો નહોતો. પણ કોરન્ટીન અને પ્રેક્ટિસ બાદ જે દિવસે મેચ હતી. તે દરમિયાન પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી કહેવાયુ હતું કે, તેમને ધમકી મળી છે. જો કે, પાકિસ્તાનને આ બાબતને લઈને વાંધો ઉઠાવ્યો હતો કે તમને કેવા પ્રકારની ધમકી મળી છે. બંને ટીમો વચ્ચે રાવલપીંડીમાં મેચ રમાવાની હતી.

READ ALSO

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

સાહિત્ય પરિષદમાં વિવાદ / મહામંત્રીની કામગીરી સામે વિરોધ : અનેક સભ્યો નારાજ, રાજીનામા પડ્યાં અને પડવાની તૈયારીમાં..

Lalit Khambhayata

ગુજરાત યુનિવર્સિટી વિવાદનું બીજું કેન્દ્ર બની, સમરસ અને યુનિ.ની હોસ્ટેલ શરૂ ન થતા વિદ્યાર્થીઆે મુશ્કેલીમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!