GSTV
Home » News » પાકિસ્તાન ભારતની કાર્યવાહી જોઈ ગભરાયું, ઈમરાનની મોદીને વિનંતી કે એક મોકો આપો

પાકિસ્તાન ભારતની કાર્યવાહી જોઈ ગભરાયું, ઈમરાનની મોદીને વિનંતી કે એક મોકો આપો

પુલવામા હુમલા બાદ ભારતના આકરા તેવરને લઇને ગભરાયેલા પાકિસ્તાને હવે શાંતિનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિ લાવવાની અપીલ કરી અને કહ્યું કે હું ખાતરી આપું છું કે જો ભારત પુલવામા હુમલાના પુરાવા આપશે તો અમે તુરંત કાર્યવાહી કરીશું.

આતંકવાદ વિરુદ્ધ પૂરી દુનિયામાં સહમતિ છે

ઇમરાન ખાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે PM મોદીએ કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ પૂરી દુનિયામાં સહમતિ છે. આતંકવાદના દોષિતોને દંડિત કરવાની દિશામાં અમે મજબૂતીથી આગળ વધી રહ્યાં છીએ. વડાપ્રધાન ચેતવણી ઉચ્ચારી છે કે આ વખતે હિસાબ થશે અને બરાબર થશે. આ બદલાયેલું ભારત છે, આ દર્દને સહન નહીં કરવામાં આવે. અમે જાણીએ છીએ કે આતંકવાદને કેવી રીતે કચડવાનો છે.

ભારતે કહ્યું બહાનાબાજી શોડે પાકિસ્તાન

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, પુલવામા મામલે પુરાવા મળતા કાર્યવાહી કરવાની વાત કરીને પાકિસ્તાન બહાનાબાજી કરે છે. જૈશ-એ-મોહમ્મદ અને તેનો મુખિયા મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. મુંબઈ પઠાણકોટ હુમલા પછી ભારતે પાકિસ્તાનને દરેક પુરાવા આપ્યા હતા પરંતુ પાકિસ્તાને કોઈ કાર્યવાહી કરી ન હતી.

પાકિસ્તાન ચોક્કસ કાર્યવાહી કરશે

આ પહેલા પણ ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન પુલવામા હુમલાના દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરશે. જો ભારત કાર્યવાહી કરવા યોગ્ય માહિતી અમને આપશે તો પાકિસ્તાન ચોક્કસ કાર્યવાહી કરશે પરંતુ ભારતે પાકિસ્તાનની પુરાવા રજૂ કરવાની વાતને બહાનું ગણાવી હતી.

Related posts

ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટની તમામ ટિકિટો ધડાધડ વેચાઇ ગઇ! ગાંગુલીએ અશક્યને શક્ય કરી બતાવ્યું

Bansari

ધારાસભ્ય અદિતીનો ખુલાસો : ‘ન તો કોઈ પરિચય કે ન કોઈ અફેર’,પિતાએ નક્કી કર્યા છે આ લગ્ન, જુઓ ફોટા

Mansi Patel

સાઈના નેહવાલની બાયોપિકમાં કોચના રોલમાં જોવા મળશે આ જાણીતો એક્ટર, ફર્સ્ટ લુક રિલીઝ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!