GSTV
Home » News » PAK કાશ્મીરમાં બેટ એકશન કરે તેવી શક્યતા, એલઓસી પર ભારતીય સેનાને હાઈએલર્ટ કરાઇ

PAK કાશ્મીરમાં બેટ એકશન કરે તેવી શક્યતા, એલઓસી પર ભારતીય સેનાને હાઈએલર્ટ કરાઇ

ભારત-પાકિસ્તાન વચ્ચે જોવા મળી રહેલા તણાવ વચ્ચે એક મહત્વની માહિતી મળી રહી છે. તે મુજબ પાકિસ્તાન સેના અને આતંકી એલઓસી પર કેરન અને ગુરેજ સેકટરમાં બેટ એકશન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. 5 ઓગસ્ટ પછી પાકિસ્તાને એલઓસી પર 100 જેટલાં એસએસજી કમાન્ડ તહેનાત કર્યા છે. બેટ ટીમમાં પાકિસ્તાન સેનાના કમાન્ડો અને આતંકીઓ હોય છે, જેઓ તક સાધીને અને ગાઢ અંધારાનો લાભ લઈને કાયરોની જેમ હુમલાઓ કરે છે. આ હુમલાની આશંકા જોતા સમગ્ર એલઓસી પર ભારતીય સેના હાઈએલર્ટ પર છે.

આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન કાશ્મીરમાં કંઈક ગરબડ કરવાના પેંતરામાં છે પરંતુ તેઓને સફળતા નથી મળી રહી ત્યારે હતાશ થયેલું પાકિસ્તાન આ પ્રકારના હુમલાઓની તૈયારીઓ કરી રહ્યું છે.  5 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 8 આતંકીઓ ઠાર થયા છે. ત્યારે હવે ગભરાયેલા પાકિસ્તાન પાસે બેટ એકશન લીધા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી તેવું માનવામા આવી રહ્યું છે. પાકિસ્તાને ગત વર્ષે બેટ એકશન 3 ઓગસ્ટે કેરન સેકટરમાં કર્યુ હતું ત્યારે તેમના પાંચ જવાનો માર્યા ગયા હતા.

READ ALSO

Related posts

IPL-2020ની ફાઈનલ મુંબઈમાં જ રમાશે : ગાંગુલી

pratik shah

દિલ્હીના દંગલમાં મોદીજીના મંત્રીનો વાણી વિલાસ, દેશના ગદ્દારોને મારો ગોળી…

pratik shah

Bachchan Pandey Look: અક્ષય કુમારનો અત્યંત ખતરનાક લુક આવ્યો સામે, જુઓ ફોટોઝ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!