તો શું દોઢ મહિનામાં પાકિસ્તાન પર આવી રહી છે મોટી આફત? ચોંકાવનારો રિપોર્ટ

દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સી ફિચે પાકિસ્તાનના રેટિંગમાં ઘટાડો કર્યો છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે પાકિસ્તાનની પાસે ફક્ત દોઢ મહિના સુધી જ ચાલી શકે તેટલું વિદેશી હૂંડિયામણ રિઝર્વ ધરાવે છે.

દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સી ફિચે પાકિસ્તાનના ક્રમાંકમાં ઘટાડો કર્યો છે. રેટિંગ Bથી ઘટાડી B- કર્યો છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે પાકિસ્તાન પાસે ફક્ત દોઢ મહિનાનું જ વિદેશી હૂંડિયામણ છે. વિદેશી હૂંડિયામણની અછત ભોગવતા પાકના લોકોની પણ ચિંતા વધારી શકે છે. જેને કારણે ત્યાંના ચલણની કિંમતમાં પણ ઝડપથી ઘટાડો થશે અને વિદેશી વસ્તુ ખરદવી મોંઘી તેના માટે થશે. સરકાર અને સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધશે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પાકિસ્તાનના રૂપિયામાં અમેરિકી ડોલર સામે 26 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે.

કેમ ઘટાડવામાં આવી રેન્કિંગ

ફિચ એજન્સીનું કહેવું છે કે દેશ પર વધી રહેલા દેવાને કારણે રેટિંગ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશીભંડોળમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે જેનાં કારણે હાલ પાકિસ્તાન પાસે ફક્ત દોઢ મહિના સુધી આયાત કરી શકે તેટલી રોકડ છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે વિદેશથી સામાન ખરીદવા માટેની તેની પાસે દોઢ મહિનાનું જ ભંડોળ છે.

જાણો કોણ તૈયાર કરે છે રેટિંગ?

રેટિંગ તૈયાર કરતી વખતે કંપનીઓ એજન્સીઓ સાથે ગોપનીય વસ્તુઓ પણ શેર કરે છે. એજન્સીઓને એવી વસ્તુઓ વિશે પણ જાણે છે કે જે સામાન્ય રીતે લોકોથી જાણી શકતા નથી. જ્યારે કોઈ પણ કંપની વિશે રેટિંગની રિપોર્ટ બનાવવામાં આવે છે. ત્યારે તે સંબંધિત કંપની સાથે આંકડાઓ વગેરે વિશે રિપોર્ટ બનાવતા પહેલાં વાત કરવામાં આવે છે જેથી તથ્યોની ચોક્કસ તપાસ થઈ શકે.

સારી રેટિંગનો મતલબ

કોઈ પણ કંપનીનો ઊંચી શાખ ક્રમાંક તે બાબતની ગેરંટી નથી કે ત્યાં કરવામાં આવેલું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત હોય અને ચોક્કસપણે નફો મળે. રેટિંગ્સનો માત્ર અર્થ એ છે કે તેઓ કંપનીની નાણાકીય સ્થિતિ વિશે માહિતી આપે છે. રોકાણકારોને કંપનીની નાણાકીય સ્થિતિ શું છે તે વિશેની માહિતી મળે છે.

ખરાબ રેટિંગ્સનો અર્થ

જો કોઈ કંપની દ્વારા એક દેશ માટેનું રેટિંગ ખૂબ ઓછું હોય, તો તેનો અર્થ એ નથી કે તે દેવાદાર બનવા જઈ રહી છે અથવા ભવિષ્યમાં સારું કરશે નહીં. હા,જ્યાં સુધી માહિતીની વાત છે તો તે હકીકત છે કે તેમના દ્વારા રોકાણકારો કંપનીની નાણાકીય સ્થિતિ વિશે માહિતી મેળવી શકે છે અને તેનો તેઓ લાભ લઈ શકે છે.

કેટલા રેટિંગ ચિહ્નો હોય છે ?

એજન્સીના ગ્રેડિંગ માટે 9 ચિહ્નો છે. Aaa, Aa, A, Baa, Ba, B, Caa, Ca અને c
Aaથી લઇને caa સુધીની 1,2,3 પેટા ભાગ પણ હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter