GSTV
Home » News » પાકિસ્તાનના 2 એફ-16 લડાકુ વિમાનોએ ભારતના વિમાનને એક કલાક સુધી આંતર્યું, 120 યાત્રીઓ ફફડી ગયા

પાકિસ્તાનના 2 એફ-16 લડાકુ વિમાનોએ ભારતના વિમાનને એક કલાક સુધી આંતર્યું, 120 યાત્રીઓ ફફડી ગયા

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાન સુધરતું નથી. 23 સપ્ટેમ્બરે પાકિસ્તાનના બે એફ-16 લડાકુ વિમાને નવી દિલ્હીથી કાબૂલ જઈ રહેલા એક યાત્રી વિમાનનું પોતાના એર સ્પેસમાં લગભગ એક કલાક સુધી પીછો કર્યો હતો.

જાણકારી મુજબ પાકિસ્તાનના આ લડાકુ વિમાનોએ સ્પાઈસજેટના વિમાનને હવામાં રોકવાનો પ્રયાસ કર્યો હતો.  સૂત્રોની જાણકારી મુજબ સ્પાઈસજેટના કેપ્ટને એફ-16ના પાયલટોને જણાવ્યું કે આ સ્પાઈસજેટ છે જે ભારતનું કોમર્શિયલ વિમાન છે. આમાં 120 યાત્રીઓ છે, અને નિયત સમયે કાબૂલ જઈ રહ્યું છે.

મહત્વની વાત એ છે કે આ ઘટના એ સમયે થઈ જ્યારે પાકિસ્તાનની હવાઈ સીમામાં ભારતના પ્રવેશ પર પ્રતિબંધ ન હતો. પાકિસ્તાનના એફ-16 વિમાને સ્પાઈસજેટના વિમાનની આસપાસ ચક્કર લગાવ્યા હતા.

પાકિસ્તાન આ વિમાનને ભારતનું લડાકૂ વિમાન સમજી બેઠું હતુ. બાદમાં સ્થિતિ સ્પષ્ટ થતાં પાકિસ્તાનના લડાકુ વિમાનોએ ભારતીય વિમાનને અફઘાનિસ્તાન સરહદથી છોડી દીધું.

READ ALSO

Related posts

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur

મહારાષ્ટ્રના રાજકારણના ડખામાં શરદ પવાર છે માસ્ટરમાઈન્ડ : કોંગ્રેસ, શિવસેના જ નહીં ભાજપને પણ કૂણીએ ગોળ લગાવ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!