GSTV

આ પાક. ખેલાડીએ આપ્યો પોતાના ખતરનાક અંગ્રેજીનો પરચો, અર્થનો એવો અનર્થ કર્યો કે…

પાકિસ્તાન તરફથી 200થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા ઉમર અકમલને પીસીબીએ ભ્રષ્ટાચારના એક મામલે સસ્પેન્ડ કરી દીધો છે. જો કે તેના એક દિવસ પહેલાં અકમલ તેના ખોટા અંગ્રેજીના કારણે ચર્ચામાં આવ્યો. તેને ફરી એકવાર તેના ખરાબ અંગ્રેજીના કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અકમલના એક ટ્વીટ પર સોશિયલ મીડિયાએ તેની ખૂબ જ મજાક બનાવી અને તેના પર ઢગલાબંધ મીમ્સ બનાવ્યા.

હકીકતમાં ઉમરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક સાથે એક તસવીર શેર કરી જેના કેપ્શનમાં તેણે અંગ્રેજીની એક કહેવતને ખોટી રીતે લખી નાંખી. તે બાદ જોતજોતામાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ અને તે મોડી રાતે ટ્વીટર પર #UmarAkmalQuotes સાથે ટ્રેન્ડ પણ કરવા લાગ્યો.

અકમલની ટ્વીટ

ઉમરે પોતાની ડીલીટ કરેલી તસવીરના કેપ્શનમાં લખ્યું હતું Mother From Another Brother એટલે કે બીજા ભાઇ થકી મા જ્યારે અસલ કહેવત છે Brother From Another Mother. જેનો અર્થ છે બીજી મા થકી ભાઇ. તેવામાં ચાલો નજર નાંખી અકમલ પર બનાવવામાં આવેલા મીમ્સ પર જે ટ્વીટર પર ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે.

ઉમરને જેવી પોતાની ભૂલનો અહેસાસ થયો. તેવી જ તેણે ટ્વિટર પરથી ટ્વિટ ડીલીટ કરી નાંખી. ઉમર અકમલ પાકિસ્તાન સુપર લીગના આગામી એડિશનમાં ક્વેટા ગ્લેડિએટર્સ માટે રમતો નજરે આવશે.

Read Also

Related posts

Corona નહીં પણ આ વાયરસથી કરોડો લોકોનાં થયાં હતા મોત, ભારતમાં જ મોતનો આંક 14 લાખ હતો

Mayur

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, કોરોના કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah

Corona ઇફેક્ટ: આ ઇન્શ્યોરન્સ કંપની FREEમાં આપી રહી છે 5 લાખનું એક્સ્ટ્રા કવર, નહીં આપવો પડે કોઇ ચાર્જ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!