GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

શોએબ મલિક જ નહીં આ પાકિસ્તાની ક્રિકેટર પણ છે ભારતનો જમાઇ, પત્ની છે કોહલીની ફેન

ભારત

ભારતની સામે ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ્સમાં પોતાની ધારદાર બોલીંગનો પરચો આપનાર પાકિસ્તાની બોલર હસન અલી ક્રિકેટ ફેન્સ વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. તેમાં પણ મોટી વાત એ છે કે તે ભારતનો જમાઇ છે. આજે એટલે કે 2 જુલાઇએ હસન અલીનો 26મો જન્મદિવસ છે. ભારતીય યુવતીને દિલ દઇ બેઠેલા પાકિસ્તાની ક્રિકેટરોની યાદીમાં હસન અલી પણ સામેલ છે. શોએબ મલિકની જેમ હસન અલી પણ ભારતનો જમાઇ છે.

હસન અલી પહેલા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે વર્ષ 2010માં ભારતની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત પોતાના જમાનાના ઉમદા ક્રિકેટર માહસિન ખાને બોલીવુડ એક્ટ્રેસ રીના રૉય સાથે લગ્ન કર્યા હતા. જો કે પછીથી તેમના તલાક થઇ ગયાં હતાં.

હસન અને શામિયાએ 2019માં કર્યા નિકાહ

હસન અલીએ 20 ઓગસ્ટ 2019ના રોજ હરિયાણાના નૂંહ જિલ્લાની રહેવાસી શામિયા આરઝૂ સાથે નિકાહ કર્યા હતા. હસન અલી અને ભારતીય એરોનોટિકલ એન્જિનીયર શામિયા આરઝૂના નિકાહ દુબઇમાં થયા હતા. જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ હતાં.

હસન અલીએ જણાવ્યા અનુસાર શામિયા આરઝૂ સાથે તેની પહેલી મુલાકાત એક ડિનર દરમિયાન થઇ હતી. થોડા સમય મળ્યાં બાદ હસન અલીએ શામિયાને પ્રપોઝ કર્યુ હતું.

હસન અલીની પત્ની શામિયા આરઝૂ મૂળ હરિયાણાના પલવલ જિલ્લાની રહેવાસી છે. શામિયા આરઝીએ એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. શામિયા આરઝૂનો પરિવાર દુબઇમાં રહે છે. જ્યારે તેના પરિવારના કેટલાંક સભ્યો દિલ્હીમાં રહે છે.

શામિયાનો ફેવરેટ ક્રિકેટર છે કોહલી

હસન અલીની પત્ની શામિયા આરઝૂએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સના સવાલના જવાબ આપતાં જણાવ્યું હતું કે તે વિરાટ કોહલી તેનો ફેવરેટ ક્રિકેટર છે.

હસન અલીએ પાકિસ્તાન માટે અત્યાર સુધી 9 ટેસ્ટ, 53 વન ડે અને 30 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. 2017માં પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં હસન અલીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.

નૂંહ જિલ્લાના ચંદૈની ગામની રહેવાસી શામિયા આરઝૂના પિતા લિયાકત અલી બીડીપીઓ પદથી રિટાયર છે. લિયાકતના દાદા અને પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહી ચુકેલા સરદાર તુફૈલ સગા ભાઇ હતાં.

Read Also

Related posts

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

ધોની સદાબહાર : હાલમાં ક્રિકેટ નહીં છોડે, આ વિદેશી ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!