GSTV
Home » News » આ પાકિસ્તાન બોલરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

આ પાકિસ્તાન બોલરે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

પાકિસ્તાનના સ્પિન બોલર યાસિર શાહે શ્રીલંકાસામે ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ મેચમાં બે વિકેટ હાંસલ કરતાની સાથે ઇતિહાસ રચ્યો છે. યાસિર શાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી 150 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તેણે દુનિયાના મહાન બોલરોને પાછળ મૂકીને આ સિદ્વિ હાંસલ કરી છે.

યાસિર શાહે અત્યાર સુધી 27 ટેસ્ટ મેચ રમીને 150 વિકેટ પૂરી કરી છે. આ પહેલા સૌથી ઝડપી 150 વિકેટ લેનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિન બોલર ક્લેરી ગિમ્રેટના નામે હતો. જેમણે 28 ટેસ્ટ મેચ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. યાસિર હવે 27 મેચોમાં 150 વિકેટ લેનાક ગ્રિમેટને પાછળ મૂકી આગળ આવ્યો છે. ગ્રિમેટ બાદ સૌથી ઝડપથી વિકેટ લેવાનો રેકોર્ડ હ્યૂઝ ટેફિલ્ડ, સઇદ અઝમલ અને રવિચંદ્રન અશ્વિનના નામે છે. આ ત્રણેય બોલરોએ 29 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, યાસિર શાહે પોતાની ડેબ્યૂ ટેસ્ટ 2014માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

Related posts

Paytmની પાસે આગળના પાંચ વર્ષ સુધી રહેશે ટીમની સ્પોન્સરશિપના રાઈટ્સ

Kaushik Bavishi

ટીમ ઇન્ડિયાનો નવો અવતાર, નામ-નંબર વાળી જર્સી સાથે પહેલીવાર ટેસ્ટ રમશે ‘વિરાટ બ્રિગેડ’

Bansari

માત્ર 43 બોલમાં ખડકી દીધાં 101 રન, ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો આ ખેલાડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!