GSTV

સચિનને 97 રનના સ્કોરે બોલ્ડ કરનારા પાકિસ્તાની બોલરે સંન્યાસની કરી જાહેરાત, નેશનલ T-20 કપમાં રમી છેલ્લી મેચ

પાકિસ્તાનના ઝડપી બોલર ઉમર ગુલે હાલમાં રમાઈ રહેલી નેશનલ T-20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટને અંતે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઉમર ગુલ પાકિસ્તાન માટે તેની અંતિમ ઇન્ટરનેશનલ મેચ 2016માં રમ્યો હતો.

ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર

નેશનલ T-20 કપમાં તે બલુચિસ્તાન માટે રમ્યો હતો. શુક્રવારે રાવલપિંડી ખાતે સધર્ન પંજાબ સામે પરાસ્ત થયા બાદ તેની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ફાઇનલ મેચ રવિવારે રમાશે. 1qઉમર ગુલે જણાવ્યું હતું કે, ઘણી વિચારણા બાદ ભારે મન સાથે મેં તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે.

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ રમ્યો

તેણે જણાવ્યું હતું કે હું હંમેશાં પાકિસ્તાન માટે ઝઝૂનપૂર્વક રમ્યો હતો અને એવા જ ઉત્સાહથી રમ્યો હતો. ક્રિકેટ મારો પ્રથમ પ્રેમ રહ્યો છે પરંતુ દરેક ચીજનો ક્યારેક અંત આવતો હોય છે. પેશાવરના 36 વર્ષીય ઉમર ગુલે 20023માં વન-ડે રમવાનો પ્રારંભ કર્યો હતો અને એ જ વર્ષે ટેસ્ટ રમ્યો હતો. છેલ્લે 2013માં તે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ રમ્યો હતો.

સચિન 97 રનના સ્કોરે રમી રહ્યો હતો

તેણે 47 ટેસ્ટમાં 163 અને 130 વન-ડેમાં 179 વિકેટ લીધી હતી. ટી20માં તેણે 85 વિકેટ લીઘી હતી. 2007ના નવેમ્બરની 15મીએ ગ્વાલિયર ખાતે રમાયેલી વન-ડેમાં ઉમર ગુલે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને બોલ્ડ કર્યો હતો. એ વખતે સચિન 97 રનના સ્કોરે રમી રહ્યો હતો. આમ તે સદીથી વંચિત રહ્યો હતો.

READ ALSO

Related posts

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana

ક્રિકેટર કપિલ દેવને હોસ્પિટલમાં અપાઈ રજા, છાતીમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં કરાવી હતી સર્જરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!