GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

પાકિસ્તાન જઈ રહેલા વિમાનને કરવુ પડ્યું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ છે કારણ

કરાચી જઈ રહેલી ફ્લાઈટનું જયપુર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટના પાયલટને ગેટ ખુલ્લો રહેવાના કેટલાક સંકેત મળ્યા હતા. બાદમાં પયલટે તાત્કાલિક એરપોર્ટ પર વિમાન ઉતારવામાં આવ્યું હતું. આ ફ્લાઈટે લખનૌથી કરાચી માટે ઉડાણ ભરી હતી. માર્ગમાં પાયલટને લાગ્યું હતું કે ફ્લાઈટનો ગેટ ખુલ્લો છે. આની જાણકારી એર ટ્રાફિક કંટ્રોલને આપવામાં આવી હતી. જેને કારણે ફ્લાઈટને જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી હતી.

આ વિમાનમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે માત્ર ક્રૂ મેમ્બર્સ જ હાજર હતા. જયપુર એરપોર્ટના અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે મંગળવારે સવારે કરાચી જઈ રહેલા એસઆર-20 વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાયલટે જયપુર એરપોર્ટના અધિકારીઓ સમક્ષ પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી માંગી હતી અને તેને સ્વીકારી લેવામાં આવી હતી. એટીસીની લીલીઝંડી બાદ વિમાનને સુરક્ષિતપણે જયપુર એરપોર્ટ ખાતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું.

સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિઝર પ્રમાણે એરપોર્ટ અધિકારીઓએ સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યૂરો અને એવિએશન સિક્યોરિટીઝને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. એરપોર્ટ ટીમ અને સુરક્ષા એજન્સીઓની તપાસ બાદ સેસના વિમાનને કરાચી જવાની મંજૂરી આપવામાં આવી હતી.

Read Also 

Related posts

એક એવું મંદિર જ્યાં ભગવાન શિવના શિવલિંગને ચડાવાય છે સિગારેટ

Pravin Makwana

કેટરીનાના ઈન્સ્ટા ફોલોઅર્સની સંખ્યા પહોંચી 4 કરોડ, વિડીયો શેર કરીને ફેન્સનો માન્યો આભાર

Mansi Patel

ભાજપ સામે હાર્દિક પટેલ મોટો પડકાર, હાર્દિકની સામે કોંગ્રેસ એક પડકાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!