GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

નાગરિક ઉડ્ડયન પ્રધાને આપ્યું મહત્વનું નિવેદન, જાહેર ક્ષેત્રની એરલાઈન કંપનીને થયું મોટું નુકશાન

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરી દ્રારા રાજ્યસભામાં પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા પુલવામા આતંકી હુમલા બાદ કરવામાં આવેલ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાન દ્વારા હવાઈમથકને બંધ કરવાને કારણે દેશની જાહેર ક્ષેત્રની એરલાઈન કંપની એર ઈન્ડિયાને 2 જુલાઈ 2019 સુધીમાં 491 કરોડનું નુકશાન વેઠવું પડ્યું છે. આ સિવાય પ્રાઈવેટ એરલાઈન્સ સ્પાઈસ જેટ, ઈન્ડિગો અને ગો એરનું નુકશાન અનુક્રમે રૂ. 30.73 કરોડ, રૂ. 25.1 કરોડ અને રૂ. 2.1 કરોડ થયું હોવાનું ડેટા જણાવે છે.

પાકિસ્તાને તેમનું એરસ્પેસ 26 ફેબ્રુઆરી 2019ના રોજ IAFએ બાલાકોટ પર કરેલ એરસ્ટ્રાઈક બાદ બંધ કરેલ. ત્યારથી તેના 11માંથી ફક્ત બે રૂટ્સ જ ખુલ્લા મુક્યા છે જે દક્ષિણ પાકિસ્તાનથી પસાર થાય છે. ત્યાર બાદ,  ભારતીય હવાઈ દળે પણ 31 મેના રોજ જાહેરાત કરી હતી કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારતીય હવાઈમથર પર લાદવામાં આવેલ તમામ અસ્થાયી નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.

જ્યાં સુધી પાકિસ્તાન તેના સંપૂર્ણ એરસ્પેસને નહિં ખોલે ત્યાં સુધી કોઈ પણ કોમર્શિયલ એરલાઈનને ફાયદો થવાની શક્યતા નથી. એરસ્ટ્રાઈક બાદ એર ઈન્ડિયાએ યૂરોપ અને અમેરિકાના શહેરોને જોડતી કેટલીક ફ્લાઈટને મર્જ કરી, સ્થગિત અથવા ફરીથી રૂટ બનાવવા પડ્યા હતા. ડોમેસ્ટિક પેસેન્જર માર્કેટમાં બહોળો હિસ્સો ધરાવતી દેશની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયા દિલ્હીથી ઈસ્તંબુલ જતી તમામ સીધી ફ્લાઈટ્સ શરૂ કરવામાં અસમર્થ રહી હતી. જો કે, લો કોસ્ટ કેરિયરે દિલ્હી-ઈસ્તંબુલ ફ્લાઈટ્સ માર્ચથી શરૂ કરી હતી. આ ફ્લાઈટ અરબી સમુદ્રવાળા લાંબા રૂટ પરથી જાય છે અને કતારના દોહામાં રિફ્યુઅલિંગ માટે સ્ટોપ કરે છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો લઈ રહ્યો છે આ દેશ : કંપનીઓને થઈ ગયાં બખ્ખાં

Pravin Makwana

2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે

Pravin Makwana

ચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!