GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

પેઈન્‍ટસ, સિમેન્‍ટ, માર્બલ, ટાઈલ્‍સ, વાર્નિશ અને ડિઝીટલ કેમેરા થઈ શકે છે સસ્તા, જાણો કેમ

પેઈન્‍ટસ, સિમેન્‍ટ, માર્બલ, ટાઈલ્‍સ, વાર્નિશ અને ડીઝીટલ કેમેરા પર જીએસટીનો દર ઘટાડવા વિચારણા થઈ રહી છે. ટ્રીટમેન્‍ટ સમિતિ ૨૧ જુલાઈના રોજ વિડીયો કોન્‍ફરન્‍સ થકી થનારી બેઠકમાં આ પ્રોડકટને ૨૮ ટકામાંથી ૧૮ ટકાની શ્રેણીમાં લાવવાની સંભાવનાઓ તપાસી રહી છે. સિમેન્‍ટ, પેઈન્‍ટસ અને ડીઝીટલ કેમેરા ઉદ્યોગ સરકાર ઉપર  ટેકસના દરમાં ઘટાડો કરવા દબાણ કરી રહ્યા છે. જો મંજુરી મળી ગઈ તો જીએસટી હેઠળ ૨૮ ટકા કરની શ્રેણી વધુ નાની થઈ જશે. જેમાં અત્‍યારે ૫૦ જેટલી પ્રોડકટ સામેલ છે. એક સરકારી અધિકારીના જણાવ્‍યા પ્રમાણે સિમેન્‍ટ, પેઈન્‍ટસ, કન્‍સ્‍ટ્રકશન આઈટમ અને ડીઝીટલ કેમેરા ઉદ્યોગે ટેકસના દરોમાં ઘટાડો કરવા માંગણી કરી છે.

અમે રેવન્‍યુને ધ્‍યાનમા રાખી વિચાર કરી રહ્યા છીએ. નાણામંત્રી પિયુષ ગોયેલના વડપણમાં ૨૧ જુલાઈના રોજ જીએસટી પરિષદની બેઠક મળી શકે છે. ગયા વર્ષે ૧૫ નવેમ્‍બરે યોજાયેલી બેઠકમાં ૧૭૬ પ્રોડકટ પર કરનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્‍યો હતો તે પછી ૨૮ ટકાના સ્‍લેબમાં ફકત ૫૦ પ્રોડકટ રહી ગઈ હતી. હવે સરકાર પેઈન્‍ટસ, માર્બલ અને ગ્રેનાઈટ, ટાઈલ્‍સ જેવી કન્‍સ્‍ટ્રકશન પ્રોડકટના દરો ઘટાડવા નિર્ણય લઈ શકે છે. લગભગ ૭૦ ટકા ગ્રેનાઈટ અને માર્બલનો બીઝનેશ ગુજરાત અને રાજસ્‍થાનમાં થાય છે.

એક અનુમાન મુજબ સિમેન્‍ટ પર ટેકસનો  દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવે તો સરકારને દર મહિને ૨૫ અબજ રૂપિયાનું નુકશાન થઈ શકે છે. અત્‍યારે સરકારને દર મહિને સિમેન્‍ટ ઉદ્યોગ પરથી લગભગ ૬૦ અબજ રૂપિયાની આવક મળે છે. સરકારી અધિકારીના જણાવ્‍યા પ્રમાણે અત્‍યારે આ ક્ષેત્રથી આવક ઘણી મહત્‍વની છે. હાલની સ્‍થિતિમાં આટલી વધુ આવક ગુમાવવી એ વ્‍યવહારૂ કહી ન શકાય. પીડબલ્‍યુસી ઈન્‍ડીયાના પાર્ટનર પ્રતીક જૈનનું કહેવુ છે કે, ડેવલ્‍પરો દ્વારા ખરીદવામાં આવતી સિમેન્‍ટ માટે જીએસટીને સમાયોજીત કરવાની મંજુરી છે, પરંતુ જો તે ખુદના નિર્માણ કે ફેકટરી બનાવવા માટે ખરીદી કરે તો સમાયોજીતની એટલે કે ઓફસેટની જોગવાઈ નથી.

દેશમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને વેગ આપવા માટે સિમેન્‍ટના દરો ઘટે તે જરૂરી છે. ડેયોલેટ ઈન્‍ડીયાના પાર્ટનર મણીનું કહેવું છે કે, ૨૮ ટકા ટેકસના દાયરાવાળી પ્રોડકટની યાદીને ધીમે ધીમે ઘટાડવી જોઈએ કારણ કે આ ટેકસની શ્રેણી મુળ સ્‍વરૂપથી કેટલીક પ્રોડકટ માટે બનાવવામાં આવી હતી. આપણે ૧૮ ટકા જીએસટીના માપદંડને ધ્‍યાનમાં રાખી આગળ વધવુ જોઈએ. સમિતિ ડીઝીટલ કેમેરા પરનો દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવા વિચારી રહી છે. માનવામાં આવે છે કે નિકોન, કેનન અને સોની  જેવી કંપનીએ ટેકસ ઘટાડવાની માંગણી કરી છે. અધિકારીએ જણાવ્‍યુ છે કે જો ડીઝીટલ કેમેરાનો દર ઘટાડાશે તો ફ્રીઝ અને એસી માટે પણ દર ઘટાડવાની માંગણી થશે

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!