GSTV
Home » News » એમએફ હુસેનની દીવાનગીને સલામ, જે એક્ટ્રેસ પર થયા ફિદા તેની જોઈ હતી 67 વાર ફિલ્મ

એમએફ હુસેનની દીવાનગીને સલામ, જે એક્ટ્રેસ પર થયા ફિદા તેની જોઈ હતી 67 વાર ફિલ્મ

મશહૂર પેઈન્ટર મકબૂલ ફિદા હુસેનને ભારતના પિકાસો માનવામાં આવે છે. મનમોજી સ્વભાવના હુસેનનો જન્મ 17 સપ્ટેમ્બર 1915માં મુંબઈમાં થયો હતો. પોતાના બનાવેલા ચિત્રોને લઈ હુસેન ઘણા વિવાદોમાં સપડાયેલા છે. ત્યારે ફિલ્મો સાથે પણ તેમનો ખાસ લગાવ રહ્યો છે. એમ એફ હુસેન પોતાની મહેનતથી એ જગ્યા પર પહોંચ્યા છે જે જગ્યા પર કોઈપણ પેઈન્ટરને પહોંચવાની ઈચ્છા હોય.

તે બહુ મોટા પેઈન્ટર બની ગયા હોવા છતાં પણ તેમનો લગાવ હંમેશાં સિનેમા સાથે રહ્યો છે. એટલું જ નહીં તે ઘણી એક્ટ્રેસના પ્રશંસક પણ રહ્યા છે. કહેવાય છે કે હુસેન માધુરી દીક્ષિતને ઘણી પસંદ કરતાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માધુરીની હમ આપકે હૈ કોન હુસેને 67 વખત જોઈ હતી અને તેના પર પેઈન્ટરની બધી સીરીઝ બનાવી નાખી હતી.

માધુરી કે પ્રત્યે હુસેનની દીવાનગી સમજી શકાય છે પણ તેમણે માધુરીને લઈ 2000માં ગજગામિની ફિલ્મ બનાવી હતી. તે સમયે હુસેનની ઉંમર 85 વર્ષ હતી. ગજગામિનીનું બજેટ દોઢ કરોડનું હતું જ્યારે બોક્સઓફિસ પર તેણે માત્ર 26 લાખની કમાણી કરી હતી. હુસેનની દીવાનગી સાત વર્ષ સુધી પણ કાયમ રહી જ્યારે માધુરી દીક્ષિતે આજા નચલે સાથે બોલિવૂડમાં બીજી વાર એન્ટ્રી કરી હતી.

હુસેન તે સમયે મુંબઈમાં હતા અને તેણે બપોરના શો માટે દુબઈમાં લેમ્સી સિનેમાને પોતાના માટે બુક કરાવી દીધું હતું. એ રીતે તેને તબ્બુ પણ ઘણી પસંદ હતી અને તેને માટે ‘મિનાક્ષી: અ ટેલ ઓફ થ્રી સિટીઝ’ બનાવી હતી. કામયાબી અહીં પણ ન મળી પરંતુ જે રીતનું સિનેમા તેણે બનાવ્યું અને રંગ આપ્યા તે હંમેશાં યાદ રહેશે.

Read Also

Related posts

બોલિવુડમાં ડેબ્યૂ કરશે રિયલ ‘કબીર સિંહ’, અનન્યા પાંડે સાથે કરશે આ ફિલ્મમાં કામ

Arohi

આટલા હજાર કરોડની સંપત્તિનો માલિક છે બચ્ચન પરિવાર, એશ્વર્યા કે અમિતાભ… આ સ્ટારની છે સૌથી વધુ કમાણી

Arohi

નવ મહિલાની એક અદ્ભૂત સંઘર્ષગાથા, આ તારીખે આવી રહી છે કાજોલની શોર્ટ ફિલ્મ ‘દેવી’

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!