GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સલમાનની આગામી ફિલ્મના વિલનની ફિલ્મમાં 1 મિનિટના સીન પાછળ ખર્ચાયા 1 ફ્લેટ આવે એટલે રૂપિયા

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર કિચા સુદીપની આગામી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ ‘પહલવાન’ છે. સામાન્યરીતે બીજી ભાષાની ફિલ્મો હીંદી ઑડિયન્સને વધારે પસંદ નથી આવતો, જો તે કોઇ બિગ બજેટ કે અલગ અંદાજની ફિલ્મ ન હોય તો. જોકે ‘બાહુબલિ’ બાદ આમાં ઘણો બદલાવ આવ્યો છે. એટલે જ કન્નડ ‘પૈલવાન’ ફિલ્મ હિંદીમાં ‘પહલવાન’ના નામે આવશે. 2017માં જાહેરાત કરવામાં આવેલી આ ફિલ્મનું ટ્રેલર 22 ઑગસ્ટે લૉન્ચ થયું. અહીં જાણો, ફિલ્મની કેટલીક રસપ્રદ વાતો…

  • ફિલ્મની વાર્તા એક પહેલવાન પર છે. જે અખાડામાં તો બીજા પહેલવાનો સામે લડે જ છે સાથે -સાથે જીવનમાં પણ લડે. મુશ્કેલીઓના કારણે તેને તેનો પેશન છોડવો પડે છે.
  • ફિલ્મના ટ્રેલરની એક સારી વાત એ છે કે, સામાન્ય ટ્રેલર કરતાં આ ટ્રેલર ઘણું નાનું છે, જેના કારણે રસપ્રદ વાતો જાણવા માટે ઓડિયન્સને થિયેટર સુધી ખેચી લાવે. કેટલીકવાર આ ફિલ્મ 2016માં આવેલ સલમાન ખાનની ‘સુલતાન’ની પણ યાદ દેવડાવી દે છે. અખાડાવાળા સીનમાં સુદીપની એન્ટ્રી એકદમ સલમાન સ્ટાઇલમાં જ છે. ફિલ્મની લીડિંગ હિરોઇન એક-બે એકલ દોકલ સીન્સમાં જ જોવા મળે છે, એ પણ લવ સીન્સમાં જ. જોકે આ તો માત્ર ટ્રેલર છે. હકીકત તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે.
  • ફિલ્મમાં પહલવાનનો રોક કરનાર કિચા સુદીપને ઓળખ્યો ન હોય તો ફિલ્મ ‘મખ્ખી’ને યાદ કરી લો, જેમાં તેણે વિલનનો રોલ કર્યો હતો. જોકે દબંધ-3 બાદ તે ઘર-ઘરમાં ફેમસ થઈ ગયો હતો. કારણકે તે સલમાન સામે મુખ્ય વિલનના રોલમાં હતો. સુદીપના મોટિવેટર અને કોચના રોલમાં સુનીલ શેટ્ટી છે. સુનીલ શેટ્ટી આ ફિલ્મથી કન્નડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે.
  • આ ફિલ્મને એસ. કૃષ્ણાએ ડિરેક્ટ કરી છે. જે સિનેમટોગ્રાફર તરીકે 15 કરતાં વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમના ડિરેક્શનમાં પહેલી ફિલ્મ ‘ગજકેસરી’ 2014માં આવી હતી. તેમની બધી જ ફિલ્મોમાં કેમેરા વર્ક અને વીએફએક્સનાં વખાણ થયાં છે, જે ‘પહલવાન’ માં પણ જોવા મળે છે.
  • એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મના વીએફએક્સમાં શાહરૂખની રેડ ચિલીઝ સહિત ઘણી કંપનીઓએ કામ કર્યું છે. શાહરૂખની કંપની એક મિનિટ વીએફએક્સના 20 લાખ રૂપિયા લે છે. તેમણે આ ફિલ્મમાં મહત્વના હિસ્સાઓમાં વીએફએક્સનું કામ સંભાળ્યું છે. ફિલ્મ એકસાથે 5 ભાષાઓમાં કન્નડ, તમિલ, તેલુગૂ, મલયાલમ અને હિંદીમાં 12 સપ્ટેમ્બર, 2019ના રોજ રિલીઝ થશે.

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!