GSTV
Home » News » Pagalpanti Trailer:અરસદ વારસી અને જોન અબ્રાહમની કોમેડી પેટ પકડીને હસાવશે ગેરેન્ટી

Pagalpanti Trailer:અરસદ વારસી અને જોન અબ્રાહમની કોમેડી પેટ પકડીને હસાવશે ગેરેન્ટી

બોલિવૂડ ફિલ્મ પાગલપંતીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. એક્ટર જોન અબ્રાહમ, અનિલ કપૂર, ઈલિયાના ડિક્રૂઝ, કૃતિ ખરબંદા, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, ઉર્વશી રોતેલા અને સૌરભ શુક્લા સ્ટાર આ કોમેડી ફિલ્મ 22 નવેમ્બરના દિવસે રિલીઝ થશે. અનીસ બઝ્મી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

ટ્રેલર જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કંફ્યૂઝનથી ભરેલી આ સ્ટોરી લોકોને કેટલી પસંદ આવશે. ફિલ્મની ટેગ લાઈન છે- દિમાગ મત લગાના ક્યોંકી ઈનમેં હૈ નહીં. આ ફિલ્મને લઈ ફેન્સમાં ઘણી ઉત્સુકતા છે. આ ફિલ્મ 15 નવેમ્બરના રોજ રિલીઝ થવાની હતી પણ મરજાવાં સાથે ટકરાય નહીં તે માટે જોને ફિલ્મને પોસ્ટપોન કરી હતી.

હવે પાગલપંતી સોલો રિલીઝ થઈ રહી છે. આ ટ્રેલરને જોઈ તમે પણ હસવું રોકી નહીં શકો. પહેલાં આ ફિલ્મનું નામ સાઢે સાતી રાખવામાં આવ્યું હતું અને તેમાં અજય દેવગણ હતો, પરંતુ બીજી ફિલ્મમાં વ્યસ્ત હોવાના કારણે ફિલ્મ રિજેક્ટ કરી નાખી. ત્યાર બાદ જોન અબ્રાહમને લેવામાં આવ્યો.

અને અંતે ફિલ્મનું નામ પણ સાઢે સાતીમાંથી ફેરફાર કરીને પાગલપંતી રાખવામાં આવ્યું. આ એક એવા વ્યક્તિની સ્ટોરી છે જેનું 7 વર્ષ સુધી બેડ લક ચાલી રહ્યું હતું. એવામાં તેની સાથે કેવી કેવી ઘટના ઘટે છે અને તે કેવી રીતે તેનો સામનો કરે છે તેની જણાવે છે.

Read Also

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

આ એક્ટ્રેસને આ રીતે કમર હલાવવાના મળશે 3 કરોડ રૂપિયા, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!