‘પેડમેન’ બાદ ગરીબ સ્ત્રીઓ માટે ‘પેડવુમન’ બનીને આવી આ મહિલા, જાગૃતિ માટે કરે છે આ કામ

સેનેટરી નેપકિન્સ દરેક મહિલાની જરૂરીયાત છે. ખરાબ અને ગંદા કપડાનો ઉપયોગ કરવાના કારણે મહિલાઓને ઘણી સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ પેડમેન વખતે ધણા લોકોને મહિલાઓને થનારી સમસ્યાઓ વિશે જાણકારી મળી હતી. પરંતુ હાલમાં પણ વાસ્તવિકતાએ છે કે મહિલાઓને મુશ્કેલીઓના દિવસોમાં ગંદુ કપડુંનો ઉપયોગ કરવો પડે છે. સેનેટરી નેપકિન્સને ગરીબ મહિલાઓ ખરીદી નથી શકતી અને આજ કારણે અજાણતા મહિલાઓ ગંભીર રહેવાતી સ્ત્રી સંબંધિત સમસ્યાઓ અને બિમારીઓનો ભોગ બને છે.

શહેરના હરની વારાસિયા રિંગ રોડ પર રહેતી પ્રીતિ રૂચવાની નામની યુવતીએ ગરીબ, અશિક્ષિત મહિલાઓને મફતમાં સેનેટરી પેડ્સ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. પ્રીતિ રૂચવાનીને 2018માં ડાયાબિટીઝ થઈ ગયું હતું. આ બીમારીના કારણે તેને ખૂબ ઈલાજ પહેલા ખૂબ તકલીફોનો સામનો કરવો પડ્યો.

આ બિમારી વખતે તેણે જે સમસ્યાઓનો સામનો કર્યો હતો તેનાથી પ્રેરણા લઈને તેણે અભિયાન શરૂ કર્યું. તેણે વિચાર્યું કે શહેરની બાકી ગરીબ મહિલાઓને પણ પોતાના માસિક વખતે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો? બસ આજ વિચારના કારણે તેમણે ગરીબ મહિલાઓ સાથે મળીને મહિલાઓ સંબંધિત બિમારોને જાણવાનો પ્રયત્ન કર્યો. વાતચીતમાં જાણવા મળ્યું કે મહિલાઓ જે ગંદા કપડાનો ઉપયોગ કરે છે તે જ બિમારીઓનો મુખ્ય સ્ત્રોત છે.

ત્યાર બાદ પ્રીતિ રૂચવાનીએ આ બિમારીને લઈને જાગૃત રહેવા અને કઈ રીતે બચી શકાય તે વિષય પર જાણકારી આપવાનું શરૂ કરી દીધું. તેમણે પછાત વિસ્તારોમાં જઈને દરેક યુવતિઓ મહિલાઓ અને કિશોરીઓ સાથે મુલાકાત કરી જે પેડ્સ ખરીદવા માટે સક્ષમ ન હતી. તેમણે ગરીબ મહિલાઓનો ડેટા ભેગો કરીને તેમને મફત સેનેટરી પેડ્સ આપવાનું શરૂ કર્યું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter