GSTV

પદ્માવતી વિવાદ પર પ્રસૂન જોશીએ કહ્યું, હજી સુધી ફિલ્મ જોઈ નથી, નિષ્ણાંતોની સલાહ લઈશું

Last Updated on November 30, 2017 by

વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પદ્માવતિ માટે આજનો દિવસ ઘણો મહત્વનો રહ્યો. ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી અને સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી સંસદની ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી કમિટી સમક્ષ હાજર થયા. 14 સભ્યોની આ કમિટીના 8 સભ્યો સામે પ્રસૂન જોશી હાજર થયા.

ભાજપના બે સભ્યોએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી તો શિવસેનાના સભ્યએ તેનું સમર્થન કર્યું. બાકીના સભ્યોએ કહ્યું કે, જ્યારે સેન્સર બોર્ડે ફિલ્મની મંજૂરી જ આપી નથી તો પ્રતિબંધનો સવાલ ક્યાંથી ઉઠે છે. સંસદીય કમિટી સમક્ષ પ્રસૂન જોશીએ કહ્યું કે, તેમણે હજુ સુધી ફિલ્મ જોઈ નથી. ફિલ્મને પહેલા રિજનલ કમિટી જોશે. અને પછી સેન્ટ્રલ કમિટી જોશે. સેન્સર બોર્ડ પહેલા નિષ્ણાંતોની સલાહ લેશે. બાદમાં કોઈ નિર્ણય કરશે. બેઠકમાં સેન્સર બોર્ડના ચીફને કહ્યું કે, ફિલ્મનો પ્રોમો મંજૂર કરાયો હતો. કેટલાક સભ્યોએ એમ પણ કહ્યું કે કોમર્શિયલ ફાયદા માટે ફિલ્મને વિવાદોમાં ખપાવવામાં આવી રહી છે.

Related posts

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave

ચેતવણીરૂપ કિસ્સો / મોબાઇલ પર ગેમ રમતા-રમતા બેટરીમાં થયો વિસ્ફોટ, બાળકોની થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!