GSTV

પદ્માવતની હિરોઈનએ #MeTooને ફરી ઉજાગર કર્યું, પોતાની સ્ટોરી સંભળવતા કહ્યું કે…

Last Updated on December 23, 2018 by

કેમ્પેન #Metoo હજું ચર્ચામાં જ છે. જેમાં નાના પાટેકરથી લઈ આલોકનાથ જેવા નામ પણ સામેલ હતા. જોકે હવે #Metoo પર બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ પણ પોતાની સ્ટોરી શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, અદિતિએ દીપિકા પાદુકોણ અને રણવિર સિંહ સ્ટારર ફિલ્મ ‘પદ્માવત’માં મહત્વપૂર્ણ રોલ કર્યો હતો.

એક કોન્ક્લેવમાં વાત કરતા સમયે અદિતિએ પોતાના જીવનની મહત્વપૂર્ણ ઘટના શેર કરી હતી. તેણે કહ્યું હતું કે,”મારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવાની આશાનો ત્યારે અંત આવ્યો હતો જ્યારે તેની ડિમાન્ડ સાંભળી મે પીછેહટ કરી હતી. હું ન્યૂકમર હતી ત્યારે મારી સામે વિકલ્પ રાખવામાં આવ્યા હતા કે કાંતો માનો અથવા તો જતા રહો. એવામાં મે જતા રહેવાનો વિકલ્પ સ્વીકાર્યો હતો. જોકે ઓળખના કારણે મને 8 મહિના બાદ કામ મળી ગયું હતું.”

અદિતિએ સેક્સયુઅલ હેરેસમેન્ટની પીડિતોને સલાહ આપી હતી કે, તેમને પોતાની સ્ટોરી જાહેર કરવા હિંમત અને સમય આપવો જોઈએ. અદિતિએ અગાઉ કાસ્ટિંગ કાઉચ મુદ્દે પણ અવાજ ઉઠાવ્યો હતો.

અદિતિએ પોતાના એક નિવેદનથી ઘણી ચર્ચા મેળવી હતી, જેમાં તેણે કહ્યું હતું કે,”બોલિવૂડમાં ઘણા એવા લોકો છે જેમણે ઘણી યુવતીઓના જીવન બરબાદ કર્યા છે અને હવે #Metoo પર જ્ઞાન આપી રહ્યાં છે.” અદિતિના વર્કફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડની અમુક જ ફિલ્મમાં તે જોવા મળી છે. જોકે ગત શુક્રવારે તેની તેલુગુ ફિલ્મ ‘અંતરિક્ષમ 9000 કેએમપીએચ’ રીલિઝ થઈ છે.

READ ALSO

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!