રાજસ્થાનમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો વિરોધ જારી છે. ફિલ્મના વિરોધમાં આજે ચિત્તોડગઢમાં જેલભરો આંદોલન શરૂ થઇ ગયું હતું. રાજપુત સમાજના વિવિધ સંગઠનો સાથે જ સર્વ સમાજના લોકોએ જેલ ભરો આંદોલન કરીને ફિલ્મનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન લોકોએ ભણસાલી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં.
પુરાતત્વ વિભાગે ચિત્તોડ દુર્ગ અને રાણી પદ્માવતી વિશે પત્થર પર લખાયેલ લખાણને કપડાથી ઢાંકી દીધું છે. આગામી દિવસોમાં તેને હટાવી દેવામાં આવશે. પુરાતત્વ વિભાગે ચિત્તોડ દુર્ગમાં પ્રવાસીઓ માટે રજૂ કરવામાં આવતાં લાઇટ એન્ડ સાઉન્ડ શો માંથી પણ અલ્લાઉદ્દીન ખિલજીને કાચમાં રાણી પદ્માવતીનો ચહેરો દેખાડવા અંગેના અંશને દૂર કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ કુંભલગઢના લાઇટ એન્ડ સાઉન્ડ શો માંથી પણ કેટલાંક અંશ હટાવવાની રાજપૂત સમાજ સહિત અન્ય સંગઠનો માંગ કરી રહ્યાં છે.
વિવાદને પગલે કરણી સેનાના કાર્યકર્તાઓએ પદ્મીની મહેલમાં લગાવવામાં આવેલાં કાચ તોડી નાંખ્યા હતા જેના વિશે ગાઇટ પ્રવાસીઓને જણાવતાં હતાં કે આ કાચના માધ્યમ દ્વારા રાણી પદ્મીનીને અલ્લાઉદ્દીન ખિલજીને બતાવવમાં આવ્યાં હતાં