GSTV

પદ્માવતી પર ગુજરાતની ચૂંટણી સુધી પ્રતિબંધ માટે વિચારણા શરૂ

સંજય લીલા ભણસાલીની ‘પદ્માવતી’ને લાગેલા વિરોધ હજી પત્યું નથી ગુજરાત વિધાનસભાના ઇલેકશનને ધ્યાનમાં રાખીને ઇલેકશન કમિશન ‘પદ્માવતી’ની રિલીઝ પર પ્રતિબંધ મુકવાની  ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યું છે.

આ ફિલ્મની રિલીઝ ગુજરાત ઇલેકશનનું વોટિંગ પૂરું થયા પછી કરવામાં આવે એ માટે અત્યારે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યું છે.

‘પદ્માવતી’નો વિરોધ દેશભરનો ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, પણ એ બધા વચ્ચે ગુજરાતમાં આ ફિલ્મનો વિરોધ આક્રમક ઢબે થવો શરૂ થઈ ગયો છે.

ક્ષત્રિય સમાજનાં અલગ-અલગ સંગઠનોએ પણ રાજકીય પક્ષોને ચીમકી આપી છે કે આ ફિલ્મ રિલીઝ કરવા દેવામાં નહીં આવે પણ એમ પણ જો રિલીઝ થશે તો હિંસક રસ્તો અપનાવીને પણ એની રિલીઝ અટકાવવામાં આવશે.

ફિલ્મ ડિસેમ્બરની પહેલી તારીખે રિલીઝ થાય છે, જે સમયે ગુજરાતમાં ઇલેકશનનો પ્રચાર ચરમસીમા પર હશે. આવા તબક્કે ગુજરાતની શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખવી મહત્વની બની હોવાથી ઇલેક્શન કમિશન પોતે જ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા વિશે વિચારી રહ્યું છે, આ વિષે આ અઠવાડિયે નિર્ણય લેવાશે.

Related posts

સારા સમાચાર/ ફાઈઝર અને મોડેર્ના પછી ત્રીજી રસીની પણ આગેકૂચ, ભારત જેવા દેશો માટે છે અત્યંત લાભદાયી

pratik shah

મહામારી વકરી/ દિલ્હીમાં દર કલાકે પાંચ લોકોના કોરોનાથી મોત, મહારાષ્ટ્રમાં પ્રવેશમાં માટે સરકારે બનાવ્યા સખ્ત કાયદા

pratik shah

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!