GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

VIDEO : અમદાવાદમાં #Padmavat નો વિરોધ વકર્યો, હિમાલયા મૉલમાં તોડફોડ અને આગચંપી

‘પદ્માવત’ ફિલ્મની રિલીઝની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મનો વિરોધ પણ વધુ વકરતો જઈ રહ્યો છે. આજે સાંજે અમદાવાદમાં એસ.જી હાઈવે પર દેવઆર્ક મૉલ પાસે કૅન્ડલ માર્ચ દરમ્યાન વિરોધ પ્રદર્શન કરી તોડફોડ કરવામાં આવી હતી.

આ બાદ વિરોધ પ્રદર્શન આગળ વધીને થલતેજ ચાર રસ્તા પાસે એક્રોપોલિસ મોલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેનાથી આગળ વધી કાર્યકરોએ ડ્રાઈવ-ઈન પાસે હિમાલયા મોલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ તોડફોડ કરાઈ હતી. આ દરમ્યાન કેટલીક બાઈકોને આગચંપી કરાઈ હતી તેમ જ અમુક ઓફિસો અને ઘરોમાં પણ તોડફોડ કરાઈ હતી. આમ સામાન્ય પ્રજાને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કરણી સેનાએ વસ્ત્રાપુર ખાતેનો આલ્ફા વન મૉલ પણ બંધ કરાવ્યો હતો.

આ સમગ્ર ઘટના દરમ્યાન ટોળાંને વિખેરવા પોલીસે ફાયરિંગ પણ કર્યુ હતું. જો કે અહીંના રહેવાસીઓએ કહ્યું હતું કે આ પ્રકારનો વિરોધ તદ્દન ખોટો છે જેમાં સામાન્ય પ્રજાને નુકસાન થાય. પોલીસની કાર્યવાહીને લઈને પણ સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કે હિમાલયા મૉલમાં જાહેરમાં બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે “અમારા સિનેમામાં પદ્મવાત ફિલ્મ નહીં દર્શાવાય” છતાં અહીં તોડફોડ કરી હતી. જેના કારણે આ પ્રદર્શનોમાં થતી હિંસાને લઈને સવાલો ઊભાં થાય છે.

 

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!