GSTV
Home » News » ‘પદ્માવત’ના વિરોધ વચ્ચે આવ્યા સારા સમાચાર, કરણી સેનાના અધ્યક્ષે બતાવી આ તૈયારી

‘પદ્માવત’ના વિરોધ વચ્ચે આવ્યા સારા સમાચાર, કરણી સેનાના અધ્યક્ષે બતાવી આ તૈયારી

ફિલ્મ પદ્માવતના વિરોધ વચ્ચે કરણી સેનાનું વલણ ઢીલુ પડ્યું છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કલવીએ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાળીના આમંત્રણને સ્વિકાર કરી ફિલ્મ પદ્માવત જોવા તૈયારી દર્શાવી છે. મહત્વનું છે કે, ફિલ્મના વિરોધ વચ્ચે ફિલ્મને રિલીઝ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. બાદમાં કોર્ટે ફિલ્મને રીલીઝ કરવાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદા બાદ કરણી સેના દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દેખાવો યોજવામાં આવી રહ્યાં છે.

ફિલ્મ પદ્માવતના વિરોધ વચ્ચે કરણી સેનાનું વલણ ઢીલુ પડ્યું છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કલવીએ સંજય લીલા ભણસાલીના આમંત્રણને સ્વિકાર કરી ફિલ્મ પદ્માવત જોવા તૈયારી દર્શાવી છે. મહત્વનું છે કે, અગાઉ લોકેન્દ્રસિંહ કલવીએ સંજય લીલા ભણસાળીની આમંત્રણ પત્રિકાને આગને હવાલે કરવા ધમકી આપી હતી. ફિલ્મના વિરોધમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જે મામલે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે કરણી સેનાના અધ્યક્ષ પર હવે તમામ લોકોની નજર રહી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મને રિલીઝ કરવાના વિરોધમાં કરણી સેના દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. કરણી સેનાના કાર્યકરો જાહેર રોડ પર ચક્કાજામ કરી અને ટાયરો સળગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે. કરણી સેનાના અહીંસક વિરોધથી રાજ્યમાં બસ સેવાને અસર થઈ હતી. જેને કારણે થોડા કલાકો માટે મુસાફરો રઝળ્યા હતાં.

Related posts

પાકિસ્તાન ભારતમાં 100 જેટલા આતંકીઓની ઘુસણખોરી કરવાની ફિરાકમાં

Arohi

ચિદમ્બરના ઘરેથી કપડાં અને રાત્રિનું ભોજન આવ્યું, પૂછપરછ બાદ જ સુવા દીધા

Mayur

કોણ છે એ CBI ઓફિસર જેણે ચિદમ્બરમને પકડવા વંડી ટપી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!