GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

‘પદ્માવત’ ભલે રિલિઝ થઇ ગઇ હોય પરંતુ ભણસાલી આજનો દિવસ નહી ભુલી શકે

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. તેમની ફિલ્મ દેશભરના જે પણ રાજ્યોમાં રિલિઝ થઇ છે ત્યાં સારો બિઝનેસ કરી રહી છે. આજના જ દિવસે આ વિવાદની શરૂઆત એક થપ્પડ સાથે થઇ હતી. ભઁસાલી પોતાની ટીમ સાથે જયપુરમામ શુટિંગ માટે ગયાં હતાં. ત્યાં તેમણે રાજપૂત સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

હકીકતમાં એક વર્ષ પહેલાં સંજય લીલા ભણસાલી ફિલ્મ પદ્માવતનું શુટિંગ કરવા માટે જયપુર ગયાં હતા. આમેરની પાસે જયગઢમાં ફિલ્મના શુટિંગની તૈયારી કરવામાં આવી રહી હતી. ફિલ્મમાં કન્ટેન્ટને લઇને ચર્ચાઓએ પહેલાંથી જ જોર પકડી લીધું હતું.

આ દરમિયાન કરણી સેનાએ જયગઢ પહોંચીને ભણસાલી વિરુદ્ધ પ્રદર્શનો કર્યા હતાં. તે વખતે પ્રદર્શનો ઉદ્ર બની જતાં બોલાચાલી થઇ હતી અને આ બોલાચાલી મારામારીમાં તબદીલ થઇ ગઇ હતી. તેનો ભોગ સંજય લીલા ભણસાલી પણ બન્યાં હતા. ભણસાલી જયગઢથી રવાના થઇ ગયાં હતાં અને તે પછી સમાધામ કરવાની વાત પણ સામે આવી હતી, જેમાં રિલિઝ પહેલાં જ રાજપૂત સમાજને ફિલ્મ દેખાડવાની  વાત પણ આવી હતી.

વિવાદ શાંત થઇ ગયાં પછી જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું ત્યારે ફરીથી હોબાળો શરૂ થઇ ગયો હતો. ફિલ્મમાં ડ્રીમ સિકવન્સ હોવીનો વિરોધ કરતાં કરણી સેનાએ રાજસ્થાન સહિત દેશના અનય્ ભાગોમાં પણ વિરઓધ પ્રદર્શનો કર્યા. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ઘૂમર સોન્ગનો પણ તેમણે વિરોધ કર્યો હતો.

તે પછી રાજસ્થાન સહિત અનેક પ્રદેશોની સરકારે આ ફિલ્મને રિલિઝ કરવાથી ઇનકાર કરી દીધો હતો. તેના પર સુપ્રિમ કોર્ટે પર્તિબંધ હટાવવાનો આદેશ આપ્યો. તે પછી રાજસ્થાન, ગુજરાત, ગોવા અને મધ્યપ્રદેશના સિનેમાઘરોના માલિકોએ પોતે જ આ ફિલ્મ રિલિઝ કરવાથી ઇનકાર કરી દીધો હતો.

Related posts

ચર્ચિત સુમુલ ડેરી ચૂંટણીનું પરિણામ જાહેર, સહકાર પેનલની 7 બેઠક પર જીત

pratik shah

રાજસ્થાનના બાડમેરમાં ઘૂસણખોરી કરતા શખ્સને BSFએ માર્યો ઠાર, વિસ્તારનો પહેલો કિસ્સો

pratik shah

29 દિવસની સારવાર બાદ ‘ગુરુભાઈ’ બચ્ચન થયા કોરોના મુક્ત, સિનિયર બચ્ચને વેલકમ નોટ લખી વ્યક્ત કરી ખુશી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!