GSTV

એક રહસ્ય બની ગયો છે પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો, અત્યાર સુધી કોઈપણ ખોલી શક્યુ નથી

Last Updated on July 13, 2020 by Karan

કેરલનું શ્રી પદ્ધનાભસ્વામી મંદિર દેશના સૌથી વધારે સંપતિવાળા મંદિરોમાંથી એક છે, પરંતુ માત્ર સંપત્તિના કારણે નહી પણ રહસ્યમય હોવાના કારણે આ મંદિર ચર્ચામાં રહે છે. માનવામાં આવે છે કે, ગુપ્ત ભોંયરામાં એટલો ખજાનો છુપાયેલો છે, જેનો અંદાજ પણ લગાડવો મુશ્કેલ છે. આવી જ રીતે ભોંયરામાં 6 દરવાજા ખોલવામાં આવી ચૂક્યા છે, પરંતુ 7મો દરવાજો પણ બંધ છે. જાણો આ દરવાજા પાછળનું રહસ્ય શું છે.

મંદિરની સ્થાપના 16મી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ કરી હતી

મંદિર ક્યારે બન્યુ, તેના પર કોઈ પાકુ પ્રમાણપત્ર મળતુ નથી. ઈતિહાસકાર ડૉ. રવિ વર્મા પ્રમાણે મંદિર લગભગ 5 હજાર વર્ષ જૂનુ છે. જ્યારે માનવ સભ્યતા કળિયુગમાં પહોંચી હતી. આમ તો મંદિરના સ્ટ્રક્ચરને જોઈએ તો, માનવામાં આવે છે કે, કેરલના તિરુઅનંતપુરમમાં બનેલા પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપના 16મી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ કરી હતી. ત્યારબાદથી જ અહીંયાના રાજા આ મંદિરને માનતા રહે છે. વર્ષ 1750માં મહારાડ માર્તડ વર્માને ખુદને પદ્મનાભ દાસ જાહેર કરી દીધા છે. તે સાથે જ સમગ્ર રાજઘરાના મંદિરની સેવામાં લાગી ગયા. હજુ પણ શાહી ઘરાનાના હેઠળ એક પ્રાઈવેટ ટ્રસ્ટ મંદિરની દેખરેખ કરી રહ્યા છે.

એક બાદ એક 6 દરવાજા ખોલવામાં આવ્યા

વિષ્ણુને સમર્પિત આ મંદિર વિશે કહેવામાં આવે છે કે, રાજાઓને અહીંયા અથાક સંપત્તિ છુપાવી રાખી હતી જેથી કોઈ જરૂરિયાતમાં કામ આવી શકે. મંદિરમાં 7 ખાનગી ભોંયરાઓ છે અને દરેક ભોંયરામાં જોડાયેલો એક દરવાજો છે. સુપ્રીમ કોર્ટની એક બાદ એક 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. અહીંયાથી કુલ મળીને 1 લાખ કરોડથી વધારે કિંમતના સોના-હીરાના આભૂષણ મળ્યા, જે મંદિર ટ્રસ્ટની પાસે રાખી દેવાયા છે, પરંતુ છેલ્લા અને સાતમાં દરવાજાની પાસે પહોંચ્યા પર દરવાજા પર નાગની ભવ્ય આકૃતિ કોતરેલી જોવા મળે છે. તે સાથે જ દરવાજા ખોલવાની કોશિશ રોકી દેવામાં આવી હતી. માનવામાં આવી રહ્યુ છે કે, આ દરવાજાની રક્ષા ખુદ ભગવાન વિષ્ણુના અવકાર નાગ કરી રહ્યા છે અને તેને ખોલવુ ખૂબ મોટી આફતને બોલાવવુ હશે.

એકાએક મોત પણ તે દરવાજાનો જ શ્રાપ

મંદિર પર આસ્થા રાખનારાઓની માન્યતા છે કે, જજ ટીપી સુંદર રાજન જેની અધ્યક્ષતામાં દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે, તેમની એકાએક મોત પણ તે દરવાજાનો જ શ્રાપ છે. ઈતિહાસકાર અને સૈલાની અમિલી હેચે પોતાના પુસ્તક Travancore: A guide book for the visitor માં આ મંદિરના દરવાજા સાથે જોડાયેલા સંસ્મરણ લખ્યુ છે. તે લખે છે કે, વર્ષ 1931માં તેના દરવાજા ખોલવાની કોશિશ કરવામાં આવી રહી હતી તો, હજારો નાગે મંદિરના ભોંયરાને ઘેરી લીધો છે. આ પહેલા વર્ષ 1908માં પણ આવુ થઈ ગયુ છે. ત્યારબાદ પ્રશ્ન એ થાય છે કે, જમીનની અંદર શું આ રક્ષક સાંપ સદીઓથી વાસ કરી રહ્યા છે. જે એકાએક સક્રિય થઈ ઉઠ્યા અથવા કોઈ ખાનગી જગ્યા છે જ્યાં સાંપ રહેતા રહ્યા છે.

કેવો છે તે દરવાજો, જે અત્યાર સુધી રહસ્ય છે ?

આ સાતમો દરવાજો લાકડાનો બનેલો છે. તેને ખોલવા અથવા બંધ કરવા માટે કોઈ સાંકળ, નટ-બોલ્ટ, ઝંઝીર અથવા તાળુ નથી. આ દરવાજો કેવી રીતે બંધ છે, તે વૈજ્ઞાનિકો માટે અત્યાર સુધી રહસ્ય છે. માનવામાં આવે છે કે, આ પહેલા કેટલાક ખાસ મંજ્ઞત્રોના ઉચ્ચારણથી બંધ કરવામાં આવ્યો હતો અને હવે કોઈપણ તેને ખોલી શકતા નથી. દરવાજા પર સાંપોની આકૃતિને જોતા વિશેષજ્ઞોનુ માનવુ છે કે, તેને નાગ પાશમ જેવા કોઈપણ મંત્રથી બાંધવામાં આવ્યા હશે અને હવે ગરૂડ મંત્રના ઉચ્ચારણથી તેને ખોલવામાં આવી શકશે, પરંતુ તે પણ માનવામાં આવે છે કે, આ મંત્ર તેટલા મુશ્કેલ છે કે, તેના ઉચ્ચારણ અથવા વિધિમાં થોડી પણ ચૂકથી જાન પણ જઈ શકે છે. આ જ કારણ છે કે, અત્યાર સુધી તેને ખોલવાની હિમ્મત કરવામાં આવી નથી.

READ ALSO

Related posts

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari

ઘૂંટણ અને સાંધામાં રહે છે દુખાવો? તો તમારી જ આ 7 ખરાબ આદતો આજે જ છોડી દો, પછી થશે પસ્તાવો!

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!