GSTV
Home » News » ‘પદ્માવત’ને મળ્યો ‘પેડમેન’નો સાથ, અક્ષય કુમારે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલી

‘પદ્માવત’ને મળ્યો ‘પેડમેન’નો સાથ, અક્ષય કુમારે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઇને વિવાદ અને ચર્ચાઓનો દોર ચાલુ જ છે. આ વચ્ચે અક્ષય કુમારે પોતાની ફિલ્મ પેડમેનની રિલિઝને પાછી ઠેલવી છે. અગાઉ પેડમેન 25 જાન્યુઆરીએ દ્માવતની સાથે જ રિલિઝ થવાની હતી.

પેડમેનની રિલિઝ પોસ્ટપોન કરવા અંગે અક્ષયે કહ્યું કે, પદ્માવત સાથે ટક્કરનું કોઇ કારણ નથી. હું તેને સમજી શકું છું અને આ સમયે મારા કરતાં વધારે સંજય લીલા ભણસાલીને આ તારીખ (25 જાન્યુઆરી) ની વધારે જરૂરિયાત છે. હવે અક્ષય કુમારની ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રિલિઝ થશે. ઉલ્લેખનીય છે કે 9 અક્ષયનો લકી નંબર છે. તેનું નવું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

આ અંગે સંજય લીલા ભણસાલીએ કહ્યું કે તમે સૌ જાણો છો કે પદ્માવતને લઇને જે પ્રકારે વિવાદો થયાં છે. તેથી મે અક્ષયને વિનંતી કરી કે તે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ પોસ્ટપોન કરી દે. મારા કહેવા માત્રથી તેણે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલી નાંખી. તેથી જીવનભર હું તેમનો આભારી રહીશ.

ગુરુવારે અક્ષય કુમાર અને સંજય લીલા ભણસાલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને પરસ્પર સહમતીથી આ નિર્ણય સંભળાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પદ્માવત અને પેડમેનની રિલિઝ ડેટ ક્લેશ થવાની આશંકા હતી. તેને ધ્યાનમાં લઇને તેમણે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ પણ ફિલ્મના વિરોધીઓ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ જ ફિલ્મનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Related posts

સોનાના વેચાણને નડી મંદી, પુષ્યનક્ષત્રમાં 200 કરોડના વેચાણ સામે આ વર્ષે આ છે આંક

Mayur

દિવાળીના પર્વ પર સરકારનું બોનસ, શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની કરાશે ભરતી

pratik shah

એ વાત કોઈ નથી જાણતું કે પ્રભાસ બાહુબલીનું શૂટિંગ કરતાં કરતાં ભીખારી જેવો બની ગયો હતો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!