GSTV
Home » News » ‘Padman’ Review : પિરિયડ્સની પીડાએ બનાવ્યો ‘પેડમેન’, દમદાર છે ફિલ્મની સ્ટોરી

‘Padman’ Review : પિરિયડ્સની પીડાએ બનાવ્યો ‘પેડમેન’, દમદાર છે ફિલ્મની સ્ટોરી

આર બાલ્કીએ ચીની કમ, પા, શમિતાભ, કી એન્ડ કા જેવી હટકે ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. પેડમેનની સાથે તેઓ ફરી એકવાર એક મહત્વપૂર્ણ મુદ્દાને લઇને આવી ગયાં છે. આર બાલ્કીની આ ફિલ્મ અરુણાચલમ મુરુગનંથમના જીવન પર આધારિત છે. તેઓ દુનિયાભરમાં પેડમેનના નામે જાણીતા છે. ફિલ્મની રિલિઝ પહેલાં ગણતંત્ર દિવસે થવાની હતી પરંતુ પદ્માવત સાથે ક્લેશ ટાળવા માટે અક્ષયે આ ફિલ્મની રિલિઝ ડેટ પાછી ઠેલવીને તેને 9 ફેબ્રુઆરીએ રિલિઝ કરવાનો નિર્ણય લીધો હતો.

સ્ટોરી

ફિલ્મની સ્ટોરી મધ્યપ્રદેશના મહેષ્વર બેસ્ડ છે. અહીનો રહેવાસી લક્ષ્મીકાંત ચૌહાણ (અક્ષય કુમાર) સૌની મદદ કરવા માટે જાણીતો છે પરંતુ લોકો તેના પ્રયોગ કરવાના કારણે તેને હંમેશા પાગલ કહે છે. તેના લગ્ન ગાયત્રી(રાધિકા આપ્ટે) સાથે થાય છે પરંતુ લગ્ન બાદ લક્ષ્મીકાંતને મહિલાઓના પિરિયડ્સ વિશે જાણ થાય છે. આ દરમિયાન મહિલાઓ કેવી તકલીફ માંથી પસાર થાય છે તે વાતથી પરેશાન થઇને લક્ષ્મીકાંત પોતાની બહેન, પત્ની અને માતા માટે પેડ બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેના આ પ્રયાસને પરિવારજનો સહિત ગામવાસીઓ અયોગ્ય અને ગંદો સમજે છે. લક્ષ્મીકાંતની પત્ની ગાયત્રી પણ તેને છોડીને ચાલી જાય છે. તે પછી પોતાના આ જનૂનને પૂરો કરવા માટે લક્ષ્મીકાંત શહેર જાય છે, જ્યાં તેની મુલાકાત પરી (સોનમ કપૂર) સાથે થાય છે. પરી લક્ષ્મીકાંતને તેનું સપરનું પૂરૂ કરવા માટે પ્રેરિત કરે છે. લક્ષ્મીકાંત તેના લક્ષ્યને હાંસેલ કરવામાં સફળ થાય છે. તે સસ્તા પેડ બનાવે છે અને ગામ સહિત વિદેશમાં પણ તે એક ઉદાહરણ બની જાય છે.

ફિલ્મનાં મજબૂત પાસા

ફિલ્મમાં આર બાલ્કિનું દમદાર ડાયરેક્શન જોવા મળશે અને પીસી શ્રીરામની શ્રેષ્ઠ સિનેમેટાગ્રાફી પણ જોવા મળશે. એવા અનેક કેમેરા અને ફ્રેમ  વર્ક છે જે તમને રિયલ લાગશે. જો અભિનયની વાત કરીએ તો સોનમ કપૂર શિક્ષિકાના રાલમાં, રાધિકા લીડ રોલમાં ફિટ બેસે છે અને અન્ય કલાકારોએ પણ શ્રેષ્ઠ કામ કર્યું છે. અક્ષય કુમારને પેડમેનની ભુમિકામાં જોઇને તમને તેની સાથે પ્રેમ થઇ જશે કારણકે અક્ષયે આ ફિલ્મમાં તદ્દન જુદી અને પડકારજનક ભુમિકા ભજવી છે. ફિલ્મનું સંગીત પણ સારુ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ તમને સરપ્રાઇઝ આપશે પરંતુ ફિલ્મની છેલ્લી 10 મિનિટ તમને જકડી રાખશે.

ફિલ્મના નબળા પાસા

ફિલ્મ ઇન્ટરવલ પહેલાં ખૂબ જ ધીમી લાગશે પરંતુ ફિલ્મ જોવા લાયક છે.

સ્ટાર્સ : 3.5 સ્ટાર્સ

Related posts

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena

નોકરી બદલતી વખતે તરત જ PFની રકમ ઉપાડવી જોઇએ નહીં, જાણી લો ફાયદામાં રહેશો

Bansari

KKR Vs RCB આજે મુકાબલો, વિરાટની ટીમ હારશે તો પ્લેઓફની દોડમાંથી બહાર

Arohi