GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

હવે પાકિસ્તાનમાં પણ ખિલજીને લઇને વિવાદ, ફરીથી રિવ્યુ કરાશે ફિલ્મ

ભારત બાદ હવે પાકિસ્તાનમાં પણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો વિરોધ થઇ રહ્યો છે. આશરે બે અઠવાડિયા પહેલા સેન્સરની મંજૂરી બાદ પાકિસ્તાનમાં ફિલ્મ રિલિઝ કરવામાં આવી હતી. હવે ફિલ્મમાં મુસલમાનોની અયોગ્ય છવિ દર્શાવવા માટે લાહોર હાઇકોર્ટમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે અગજી દાખલ કરવામાં આવી છે, જે પછી પાકિસ્તાનના સેન્સરબોર્ડને ફરી એકવાર ફિલ્મનું રિવ્યુ કરવા માટે કહેવામાં આવ્યું છે.

પંજાબ સેન્સર બોર્ડ ફિલ્મને ફરીથી રિવ્યુ કરશે અને તેના માટે સમગ્ર બોર્ડને મિટિંગ માટે બોલાવવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર પંજાબ સેન્સર બોર્ડ તરફથી કોઇ લેખિત આદેશ મળ્યો નથી, પરંતુ આ વાત ત્યારે સામે આવી જ્યારે સભ્યોને ફુલ બોર્ડ મિટિંગ માટે પત્ર મળ્યો. પદ્માવતને રિવ્યુ કરવા માટે ફુલ બોર્ડ મિટિંગ બોલાવવામાં આવી છે. ફિલ્મોના સીન અને ડાયલોગ જોયા બાદ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મને લઇને ભારતમાં પણ સખત વિરોધ થઇ ચુક્યો છે. શ્રી રાજપૂત કરણી સેનાએ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડા કરવા અને અલાઉદ્દીન ખિલજી તથા રાણી પદ્માવતી વચ્ચે ડ્રીમ સિકવન્સ દર્શાવવાનો આરોપ લગાવતાં દેશભરમાં આ ફિલ્મનો સખત વિરોધ કર્યો હતો. રાજપૂત કરણી સેનાના સભ્યોએ ભણસાલી અને દિપિકા પાદુકોણને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ વચ્ચે રાજસ્થાન, ગોવા, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!