GSTV

સાહિત્ય અને કલા જગતમાં પડી મોટી ખોટ: પદ્મ વિભૂષણ વિદુષી કપિલા વાત્સાયનનું જૈફ વયે થયુ નિધન

દિલ્હીમાં 25 ડિસેમ્બરે જન્મેલા પદ્મ વિભૂષણ વિદુષી કપિલા વાત્સાયનનું બુધવારના રોજ સવારે 9 કલાકે ગુલમહોર એનક્લેવ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થઈ ગયુ છે. તેમના નિધનથી કલા જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ 91 વર્ષના હતા. વર્ષોથી એકાકી જીવન જીવતા હતા. આપને જણાવી દઈએ કે, તેઓ હિંદી સાહિત્યના યશસ્વી દિવંગત સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સાયન ‘અજ્ઞેય’ના પત્ની હતા.

અનેક જગ્યાએ મહત્વની ભૂમિકા ભજવી

સાઠના દાયકાથી પતિથી અલગ થઈ તેઓ એકાંકી જીવન વ્યતિત કરતા હતા. તેમણે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે થઈને પોતાનું આખુ જીવન લગાવી દીધુ હતું. કપિલા વાત્યસ્યાયનની શિક્ષણ દિલ્હી યુનિવર્સિટી, અમેરિકાના મિશિગન યુનિવર્સિટી અને બનારસ હિંન્દુ યુનિવર્સિટીમાં થયુ છે. તેઓ પ્રખ્યાત નર્તક શંભૂ મહારાજ અને ઈતિહાસકાર વાસુદેવ શરણ અગ્રવાલના પણ શિષ્ય રહ્યા છે. ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંસ્થાપક, સંગીત નાટક એકેડમી, લલિત કલા અકાદમીથી ફેલોશિપ અને તેમના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સુસજ્જિત કપિલાનું સમગ્ર જીવન લોકો માટે આદર્શ બન્યુ છે. થોડા સમય પહેલા સુધી તેઓ ઈન્ડિયા ઈંન્ટરનેશનલના એશિયા પ્રોજેક્ટના અધ્યક્ષ પણ રહ્યા છે.

રાજ્યસભાના સાંસદ પણ રહ્યા

વર્ષ 2006માં તેમને રાજ્યસભાના સભ્ય તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને આ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. જો કે, ફરી એક વાર તેમને આ પદ માટે પસંદ કરાયા હતા.

આપને જણાવી દઈએ કે, બપોરે બે કલાકે કોવિડ પ્રોટોકલને ધ્યાને સમિતિના લોકોની હાજરીમાં લોધી શ્મશાન ઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!