GSTV
Home » News » Padma Awards 2020: પદ્મ શ્રી એવોર્ડની જાહેરાત, આટલી હસ્તીઓ થશે સન્માનિત

Padma Awards 2020: પદ્મ શ્રી એવોર્ડની જાહેરાત, આટલી હસ્તીઓ થશે સન્માનિત

ભારતમાં પ્રજાસત્તાક દિવસે આપવામાં આવતા પદ્મ શ્રી પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે અનેક હસ્તીઓને પદ્મ શ્રી આપવામાં આવશે. જેમાં લંગર બાબા, જગદીશ લાલ આહુજા, સામાજિક કાર્યકર્તા જાવેદ અહેમદ ટેક, સામાજિક કાર્યકર્તા સત્યનારાયણ મુનડ્યૂર, સામાજિક કાર્યકર્તા એસ રામકૃષ્ણા, સામાજિક કાર્યકર્તા યોગી એરોનને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

જગદીશ આહુજાને લંગર માટે ખાસ જાણવામાં આવે છે. તેઓ દરરોજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈસ્ટીટ્યૂટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંડીગઢમાં ગરીબ દર્દીઓને અને પરિવારજનોને ફ્રીમાં ભોજન આપે છે. સાથે જ દર્દીઓને આર્થિક સહાય કરી તેમને કપડા અને ઘાબળા પણ આપે છે. તેમણે 1980થી મફતમાં ભોજન આપવાનું શરૂ કર્યું હતું. તેઓ દરરોજના 2000થી પણ વધું લોકોને ખાવાનું ખવડાવે છે.

આ 11 હસ્તીઓને મળશે પદ્મ શ્રી

જગદીશ લાલ આહૂજા, મોહમ્મદ શરીફ, જાવેદ અહમદ ટાક, તુલસી ગોડા, સત્યનારાયણ મુંદયૂર, અબ્દુલ જબ્બાર,ઉષા ચૌમાર, પોપટરાવ પવાર, હરેકાલા હજબ્બા, અરુણોદય મંડલ, રાધામોહન અને સાબરમતી, કુશલ કોનવાર શર્મા, ત્રિનિતી સાવો, રવિકન્નન, એસ રામકૃષ્ણન, સુંદરમ વર્મા, મુન્ના માસ્ટર, યોગી આર્યન, રાહીબાઈ સોમા પોપેરા, હિમ્મત રામ ભાંભૂ, મોઝિઝકલ પંકજાક્ષી.

આમને મળ્યા પદ્મ વિભૂષણ

જોર્જ ફર્નાંડિસ(મરણોપરાંત), અરુણ જેટલી (મરણોપરાંત), સર અનિરુદ્ધ જુગનાથ, એમસી મૈરી કૉમ, છન્નુલાલ મિશ્રા, સુષ્મા સ્વરાજ (મરણોપરાંત), પેજાવરા મઠના મહંત શ્રી વિશ્વેશા (મરણોપરાંત).

પદ્મ ભૂષણથી આ હસ્તીઓને નવાજવામાં આવ્યા

મુમતાઝ અલી, સૈયદ મુઆજેમ અલી (મરણોપરાંત), મુઝફ્ફર હુસૈન બેગ, અજય ચક્રવર્તી, મનોજ દાસ, બાલકૃષ્ણ દોશી, કૃષ્ણામ્મલ જગન્નાથન, એસસી જમિર ,અનિલ પ્રકાશ દોષી, સેરિંગ નંડોલ, આનંદ મહિન્દ્રા, નીલકંઠ રામકૃષ્ણ માધવ મેનન (મરણોપરાંત), મનોહર પર્રિકર, પ્રો જગદીશ સેઠ, પીવી સિંધું, વેણું શ્રીનિવાસન.

READ ALSO

Related posts

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari

ખુદ મોદીના આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!