GSTV

પાદરામાં થયેલા બ્લાસ્ટનું કરાયું રિકન્સ્ટ્રક્શન, 3 આરોપીઓને પોલીસે રાખ્યા સાથે

વડોદરાના પાદરાની એઇમ્સ કમ્પનીમાં થયેલા બ્લાસ્ટ મામલે આરોપી સત્યકુમાર નાયર, અશોક અગ્રવાલ અને રાજુ રાઠવાને સાથે રાખી રિકન્ટ્રક્શન કરવામાં આવ્યુ. પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલી એઇમ્સ ઇન્ડ. પ્રા. લી કંપનીમાં શનિવારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેમા 6ના મોત અને 4ને ગંભીર ઈજા થઈ હતી. ત્યારે આ મામલે વડું પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

જોકે, કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ અને ડાયરેકટર શ્રેતાંશું પટેલ હજી પોલીસ પકડથી દુર છે. પોલીસ તપાસ દરમ્યાન ઓક્સિજનના સિલિન્ડરોમાં હાઇડ્રોજન ભરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. સાથે જ લાયસન્સ વગર જ ગેરકાયદે હાઇડ્રોજન ગેસ રિફીલિંગ કરાતા હતા તેવું પણ તપાસમાં સામે આવ્યું છે. તો બીજી તરફ કંપનીના મલિક સિદ્ધાર્થ પટેલ અને પુત્ર શ્રેતાંશું પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસનું સંકટ: ઉત્તરી દિલ્હીની ગુરૂદ્વારામાં ફસાયેલા અંદાજીત 300 લોકો ને નેહરૂ વિહારની સ્કૂલમાં શિફ્ટ કરાયા

pratik shah

Coronaથી બચવા માટે ભારતીય ડોક્ટરો પર નિર્ભર છે બ્રિટન, વીઝાને લઈને કર્યો મોટો નિર્ણય

Arohi

એવુ તે શું છે, કે દુનિયાના આ દેશોમાં એન્ટ્રી નથી કરી શક્યો કોરોના વાયરસ ?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!