GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

ઉડતા ગુજરાત/ કચ્છનો દરિયા કિનારો ફરી આવ્યો ચર્ચામાં, આ વખતે કંઇક એવું મળ્યું કે સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડી ગઇ

કચ્છ

કચ્છના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે.કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતી હોય છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે ત્યારે હવે અબડાસાના પિંગલેશ્વરના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે.ફરી એક વખત ચરસના પેકેટ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે.

  • કચ્છમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત્
  • અબડાસાના પિંગલેશ્વર દરિયા કિનારેથી ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા
  • ચરસના ૧૦ પેકેટ મળી આવતા એજન્સીઆએ શરૂ કરી તપાસ
કચ્છ

જણાવી દઇએ કે મરીન કમાન્ડો પિંગ્લેશ્વરથી મોટી સિંધોડી કોસ્ટલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે 10 સિલ્વર રંગના પેકેટ જોવા મળ્યા. જે પકેટોનો કુલ વજન આશરે 10 કિલોગ્રામ હતું અને તેમાં માદક પદાર્થ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મરીન કમાન્ડો ફોર્સને સિલ્વર રંગનું પેકેટ જોવા મળતા તેના પર અંગ્રેજીમાં સ્ટારબક્સ મીડીયમ રોસ્ટ, કોફી વિથ એસેન્ટિયલ વિટામિન લખેલું હતું. તેમજ કપ – રકાબીની છાપ છાપેલી હતી. પેકેટના ખૂણામાં દરિયાઈ રેતી જામેલી જોવા મળી હતી, એટલે દરિયાના મોજા સાથે તણાઈને કિનારે આવ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પેકેટ શંકાસ્પદ જણાતા કબ્જે લઇ આગળની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે જમા કરાવવામાં આવ્યા હતા.

કચ્છ

મહત્વનું છે કે થોડા દીવસ અગાઉ પણ કચ્છના દરિયા કિનારે ATSએ મધદરિયેથી ઝડપેલા 56 કિલો ડ્રગ્સના કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા હતા. દિલ્લીમાંથી રાજી હૈદર, ઈમરાન આમીર, અવતારસિંહ અને અબ્લુદ ખાલીક નામના શખ્સ ધરપકડ કરાઈ હતી. અગાઉ આ કેસમાં 9 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે જેમાંથી 8 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

Read Also

Related posts

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari
GSTV