GSTV
Home » News » Video : પોતાનો જ બોલ ઘાતક સાબિત થયો, મેચ દરમિયાન આ ક્રિકેટર સાથે ઘટી એવી ઘટના કે રૂંવાડા ઉભા થઇ જશે

Video : પોતાનો જ બોલ ઘાતક સાબિત થયો, મેચ દરમિયાન આ ક્રિકેટર સાથે ઘટી એવી ઘટના કે રૂંવાડા ઉભા થઇ જશે

બંગાળના ફાસ્ટ બોલર અશોક ડિંડાને ઇડન ગાર્ડન્સમાં સોમવારે ટી-20 પ્રેક્ટિસ મેચ દરમિયાન પોતાના જ બોલ પર કેચ કરવા જતાં માથા પર ઇજા થઇ છે. ડિંડા ટીમ કન્સલ્ટન્ટ વીવીએસ લક્ષ્મણના માર્ગદર્શનમાં બંગાળની ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ ઘટના તે સમયની છે જ્યારે બેટ્સમેન વીરેન્દ્ર વિવેક સિંહે સ્ટ્રેટ ડાઇવ લગાવી અને ડિંડાએ કેચ કરવાનો પ્રયાસ કર્યો. બોલ તેના હાથમાંથી છટકીને તેના માથા પર જઇ વાગ્યો. ઇજાગ્રસ્ત થયા બાદ તે ક્રીઝ પર જ ફસડાઇ પડ્યો. ટીમના સાથી ખેલાડીઓ તેની મદદ માટે દોડ્યાં. પછીથી મેડીકલ ટીમ પણ મેદાનમાં આવી પહોંચી.

બંગાળ ક્રિકેટ સંઘના એક અધિકારીએ જણાવ્યું કે, ડિંડાએ ડ્રેસિંગ રૂમમાં પરત ફરતાં પહેલા ઓવર પૂરી કરી. હાલ તેનું સ્કેન કરાવવામાં આવ્યું છે.

ક્રિકેટ સંઘે જણાવ્યું કે, ચિંતાની કોઇ વાત નથી પરંતુ તેમને બે દિવસ માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. બંગાળની ટીમના મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં 21 ફેબ્રુઆરીના રોજ કટક સામે પ્રથમ મેચ રમશે. 34 વર્ષીય ડિંડાએ બંગાળ તરફથી રમતા ગત પાંચ ફર્સ્ટ ક્લાસ મેચમાં 20 વિકેટ ઝડપી છે. અત્યાર સુધી 115 ફર્સ્ટ ક્લાસ મેચ રમતાં ડિંડાએ 28.35ની સરેરાશથી 417 વિકેટ ઝડપી છે.

Read Also

Related posts

કુલદીપ યાદવે બનાવ્યો એવો શરમજનક રેકોર્ડ કે આંખમાંથી છલકાઇ આવ્યા આંસુ

Bansari

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur