GSTV

PAAS નેતાઓની કાલે સરકાર સાથે બેઠક, હાર્દિક પટેલે બેઠક પહેલાં આ વાતનો ઉઠાવ્યો વાંધો

Last Updated on September 26, 2017 by

રાજ્યનાં ચૂંટણી નજીક આવતા સરકાર હવે પાટીદાર અનામત આંદોલન મુદ્દે ચિંતીત થઈ છે. ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય તે માટે પાટીદારોને સાથે રાખવા પાટીદાર અનામત આંદોલનના અગ્રણીઓ અને અન્ય ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ સાથે આવતીકાલે બેઠક યોજાનાર છે. ત્યારે આ બેઠક પહેલા પાસ દ્વારા ગાંધીનગરમાં બેઠક યોજી જીતુ વાઘાણીની બેઠકમાં હાજરી અને પાટીદાર અગ્રણીઓની સંખ્યાને લઈને વાંધો ઉઠાવ્યો છે. ત્યારે શુ સરકાર આ માંગ સ્વીકારશે કે કેમ ? કે પછી આવતીકાલે યોજનારી બેઠક સફળ થશે કે કેમ તેવા પ્રશ્નો હાલ ઉભા થઇ રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને ભારે નુકસાન થઈ શકે તેમ છે. ત્યારે પાટીદાર આંદોલન સમેટાય તે માટે સરકાર પ્રયત્નશીલ બને છે. સરકારના આમંત્રણ બાદ 26 તારીખે પાટીદાર અગ્રણીઓની સરકાર સાથે બેઠક યોજાય તે પહેલા સોમવારે અડાલજમાં પાસની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે પાસની બેઠક સરકાર સાથે છે, કોઇ રાજકીય પક્ષ સાથે નથી. તો પછી સરકારે આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને કેમ આમંત્રણ આપ્યુ છે. હાર્દિકે પાટીદાર સમાજના 200 જેટલા અગ્રણીઓની હાજરીને લઈને નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખી ચોખવટ કરવા જણાવ્યુ છે.

તો બીજી તરફ પાસની કોર કમિટીની બેઠકમાં પણ હાર્દિકે એસપીજીના આગેવાનો પણ આમંત્રણ પાઠવ્યુ હતુ. જેમાં લાલજી પટેલ તરફથી ગાંધીનગર એસપીજી જિલ્લાના મહામંત્રી પુર્વિત પટેલે હાજરી આપી હતી. જીતુ વાઘાણીની હાજરીને લઈને પુર્વિત પટેલે સ્પષ્ટ કર્યુ હતુ કે, બેઠકમાં કોઇપણ હાજરી આપે તેનાથી એસપીજીને કોઇ ફરક પડતો નથી, માત્ર સમાજના પ્રશ્નોનો ઉકેલ આવવો જોઇએ. જો કે આ સમગ્ર મુદ્દે મંગળવારે સરકારે સાથે જે બેઠક થવાની છે, તેને લઇને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સાથે બેઠક કરવામાં આવશે. અને ત્યારબાદ કેટલાક સભ્યો એસપીજી તરફથી આ બેઠકમાં ભાગ લેશે અને કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જો કે નવાઇની વાત એ છે કે એક લક્ષ્ય સાથે પાટીદાર અનામત હાંસલ કરવા માટે મેદાન ઉતરેલી પાસ અને એસપીજીમાં હજુ મનમેળ થયા નથી. ત્યારે સરકાર સાથેની પાટીદાર સમાજના આંદોલનકારીની યોજાનારી બેઠક સફળ થશે કે કેમ તે હવે જોવુ રહ્યુ.

Related posts

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

Pritesh Mehta

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta

ડ્રગ્સનું લાગ્યું એવું વળગણ કે અંડર 19 ક્રિકેટના સ્ટાર ખેલાડીને ઘર છોડવાનો વારો આવ્યો, જાણો શું છે રાજકોટનો આ ચોંકાવનારો કિસ્સો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!