GSTV
Home » News » પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરિયાનો જેલવાસ પૂરો, 307માં પણ મળ્યા જામીન

પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરિયાનો જેલવાસ પૂરો, 307માં પણ મળ્યા જામીન

પાસના સહ કન્વીનર અલ્પેશ કથીરિયાનો જેલવાસ પૂરો થશે. અલ્પેશ કથીરીયાના અમરોલીમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં જામીન મંજૂર થયા છે. સુરતની સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉ રાજદ્રોહના બે કેસમાં પણ અલ્પેશને જામીન મળી ચૂક્યા છે અને હવે 307ના કેસમાં પણ જામીન મળી જતા અલ્પેશનો જેલવાસ પુરો થશે. કોર્ટ અલ્પેશના શરતી જામીન મંજૂર કર્યા છે. સરકારી વકીલ અને બચાવપક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે શરતી જામીન મંજુર કર્યો છે.

Read Also 

Related posts

દિવાળીના નાસ્તામાં સરસ મજાની બનાવો મિની ભાખરવડી

Dharika Jansari

ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ

Kaushik Bavishi

આરએસએસને છેલ્લાં 90 વર્ષથી નિશાન બનાવાય છે : મોહન ભાગવત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!