GSTV

દિવાળીમાં મહેમાન માટે બનાવો અવનવો મુખવાસ, નોંધી લો રેસિપી

દિવાળીમાં અવનવી મિઠાઈ અને ફરસાણની સાથે-સાથે મુખવાસનું પણ બહુ મહત્વ છે. બેસતાવર્ષના દિવસે ઘરે મળવા આવતા લોકોનું સ્વાગત અવનવા મુખવાસથી કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ મુખવાસ બજારમાંથી તૈયાર લાવતા હોય છે, પરંતુ આ રેડીમેડ મુખવાસમાં પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ બહુ ઊંચુ હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમારા માટે લાવ્યા છે નાના-મોટા સૌને ભાવે તેવો પાન મુખવાસ બનાવવાની રીત. સૌથી મહત્વની વાત તો એ છે કે, તેમાં કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવાની જરૂર નથી અને બનાવતાં લાગશે માત્ર 5 જ મિનિટ.

પાન મુખવાસ સામગ્રી
1/2 કપ ઝીણાં સમારેલાં નાગરવેલનાં પાન
1/4 કપ ધાણાદાળ
2 ટેબલસ્પૂન રંગબેરંગી વરિયારી
1/2કપ ટુટીફ્રુટી
2 ટેબલસ્પૂન વરિયારીનો પાવડર
1 ચમચી એડિબલ સિલ્વર બૉલ્સ
1/2 ચમચી મેન્થોલ પાવડર
1/4 કપ લીલાં પાન
1-2 શેકીને ઝીણી સમારેલી સોપારી
2 ચમચી ગુલકંદ 2 ચમચી કાથો

રીત
સૌ પ્રથમ એક મોટાબાઉલમાં ધાણાદાળ લો. ત્યારબાદ અંદર રંગબેરંગી વરિયાળી, ટુટીફ્રુટી, વરિયાળી, વરિયાળીનો પાવડર, સિલ્વર બૉલ્સ, મેંથોલ કે ઠંડક, લીલાં પાન, અને સોપારી પાનનાં સમારેલાં પાન લઈ બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર ગુલકંદ અને કાથો એડ કરો અને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે પાન મુખવાસ. હવે તેને કોઇ કાચની બરણીમાં ભરી લો. લગભગ એક અઠવાડીયાથી 10 દિવસ સુધી રૂમ ટેમ્પરેચરમાં પણ નહીં બગડે. તેનાથી વધારે રાખવો હોય તો ફ્રિજમાં રાખવો.

Read Also

Related posts

આ રાશિના જાતકોને આજે મળશે ખુશખબર, પૂરા થશે વિચારેલા કામ

Bansari

મિલનની પ્રથમ રાત્રીએ પતિએ પત્ની સાથે એવી રીતે શારીરિક સંબંધ બાંધ્યા કે પીડાથી યુવતી

Mayur

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!