કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. ચેન્નઈમાં ચિદમ્બરમે કહ્યુ છે કે આ સરકારના વિરોધના નોટબંધી જેવા ઘણાં કારણો છે. વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા ચિદમ્બરમે કહ્યુ છે કે તેમણે રામાયણમાં એક વાર્તા સાંભળી હતી. જેમાં ભગવાન હનુમાન પોતાની છાતી ચીરી નાખી હતી. તેમને વિશ્વાસ નથી કે હનુમાનજીની પણ 52 ઈંચની છાતી હશે.
તો પછી આ કોણ છે કે જેમની પાસે 52 ઈંચની છાતી છે. ચિદમ્બરમે રફાલ ડીલને લઈને પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરી છે. ચિદમ્બરમે સવાલ કર્યો છે કે જ્યારે વાયુસેનાને 126 યુદ્ધવિમાનોની જરૂરિયાત હતી. તો પછી 36 યુદ્ધવિમાનોની જ ખરીદી શા માટે કરવામાં આવી? ચિદમ્બરમે ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે તમે વિમાનની સંખ્યા 126થી ઘટાડીને 36 કેમ કરી.
એ સવાલ પર સંરક્ષણ પ્રધાને કહ્યુ છે કે ફ્લાઈવે કન્ડીશનમાં તમને 18 વિમાન મળ્યા. પરંતુ અમને 36 વિમાન મળશે. શું આ સવાલનો જવાબ છે? ચિદમ્બરમે કહ્યુ છે કે વાયુસેના ઓછામાં ઓછી સાત સ્ક્વોર્ડન એટલે કે 126 યુદ્ધવિમાનો ઈચ્છી રહી હતી. આ સંખ્યા સંરક્ષણ અધિગ્રહણ પરિષદ ડીએસસી દ્વારા જણાવવામાં આવી હતી. શું વાયુસેના અથવા ડીએસીએ ક્યારેય સંખ્યા ઓછી કરીને 36 યુદ્ધવિમાનોની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું? ચિદમ્બરમે કહ્યુ છે કે જો ભાજપ દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત નવથી વીસ ટકા ઓછી હતી. તો તાર્કિક રીતે સરકારે વધુ યુદ્ધવિમાનોની ખરીદી કરવી જોઈએ.
તો ઓછી સંખ્યામાં વિમાનોની ખરીદી શા માટે કરી છે? ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યુ છે કે ભાજપનું કહેવું છે કે આ એક ઈમરજન્સી ખરીદી હતી. પેરિસમાં વડાપ્રધાન મોદીએ 10મી એપ્રિલ, 2015ના રોજ નિવેદન આપ્યું હતું. આ વાતને ચાર વર્ષ વિતી ચુક્યા છે. આજ સુધી ભારતમાં એકપણ વિમાન શા માટે આવ્યું નથી? શું આ ઈમરજન્સી ખરીદી છે? તેમણે કહ્યુ છે કે જ્યારે વાયુસેનાને 126 યુદ્ધવિમાનોની જરૂર છે. ત્યારે ભાજપ સરકારે માત્ર 36 યુદ્ધવિમોનોની ખરીદી કરીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરી છે. 126 યુદ્ધવિમાનોની ખરીદી માટે સરકારે કોન્ટ્રાક્ટ શા માટે કર્યો નથી?
READ ALSO
- OPEC+ Meet: ક્રુડ ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલના કાપની જાહેરાત કરી સાઉદીએ સૌને ચોંકાવી દીધા, ક્રુડ ઓયલના ભાવ વધ્યા
- પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા માછીમારો વડોદરા રેલવે સ્ટેશને આવતા અધિકારીઓએ કર્યું સ્વાગત, વતનમાં પરત ફરતાં ખુશીનો માહોલ
- નીતીશ કુમારને પોતાના જ લોકોએ ઘેર્યા, પુલ તૂટી પડવાને લઈને JDUના ધારાસભ્યએ કહ્યું- અધિકારીઓની છે મિલીભગત
- પર્યાવરણ દિને પ્રારંભ/ 1 વર્ષમાં સુરત વન વિભાગ દ્વારા 200 હેકટરમાં 2 લાખ મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર કરાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી
- ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ