GSTV
India News ટોપ સ્ટોરી

દિલ્હીની કોર્ટે ચિદમ્બરમની CBI કસ્ટડી બે સપ્ટેમ્બર સુધી વધારી

આઇએનએક્સ મીડિયા કેસમાં દિલ્હીની કોર્ટે ચિદમ્બરમના રિમાન્ડ વધુ ત્રણ દિવસ વાૃધારતા પૂર્વ નણા પ્રાૃધાનને બીજી સપ્ટેમ્બર સુાૃધી સીબીઆઇની કસ્ટડીમા રહેવું પડશે. ચિદમ્બરમને આજે સ્પેશિયલ જજ અજયકુમાર કુહાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. આ એ જ જજ છે જેમણે ૨૬ ઓગસ્ટના રોજ ચિદમ્બરમને ચાર દિવસ માટે સીબીઆઇની કસ્ટડીમાં માકલવાનો આદેશ આપ્યો હતો. 

આદેશ આપતી વખતે જજે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે સીબીઆઇને વધુ પૂછપરછ કરવાની હોવાાૃથી અને આરોપી પૂછપરછમાં સહકાર આપી રહ્યાં ન હોવાાૃથી તેમને બીજી સપ્ટેમ્બર સુાૃધી સીબીઆઇની કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ાૃથવાની છે. આરોપી દ્વારા અપીલ કરવામાં આવી છે કે તે બે સપ્ટેમ્બર સુાૃધી સીબીઆઇ ક્સ્ટડીમાં રહેવા તૈયાર છે. 

સીબીઆઇ વતી એડિશનલ સોલિસિટર જનરલ(એએસજી) કે એમ નટરાજ હાજર રહ્યાં હતાં. તેમણે સીબીઆઇ વતી કોર્ટને જણાવ્યું હતું કે તે પૂછપરછમાં સહકાર આપી રહ્યાં ન હોવાાૃથી તેમની પૂછપરછ માટે વધુ સમયની જરૃર છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે ૨૦ ઓગસ્ટે આગોતરા જામીન રદ કરી દેતા ચિદમ્બરમ ૨૧ ઓગસ્ટાૃથી સીબીઆઇની ક્સ્ટડીમાં છે. આજે કોર્ટમાં ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ હાજર રહ્યાં હતાં.  

સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું હતું કે ચિદમ્બરમ સીાૃધા જવાબ આપતા ન હોવાાૃથી દરરોજ તેમની આઠાૃથી દસ કલાક પૂછપરછ કરવામાં આવે છે. ચિદમ્બરમ વતી હાજર રહી રહેલા તેમના વકીલ દયાન કૃષ્ણને કોર્ટને જણાવ્યું હતું કે અત્યાર સુાૃધી સીબીઆઇ કસ્ટડીમાં મારી અસીલની ૫૫ કલાક પૂછપરછ કરવામાં આવી હોવા છતાં સીબીઆઇ દ્વારા અત્યાર સુાૃધી કોઇ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો નાૃથી. 

ચિદમ્બરમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મારી અસીલને એકની એક ફાઇલ ૨૦ વખત બતાવવામાં આવી છે અને દરેક વખતે મારી અસીલે કોઇ પણ આનાકાની વગર જવાબ આપ્યા હોવા છતાં સીબીઆઇ મારા અસીલ પર આરોપ મૂકી રહી છે કે તેઓ પૂછપરછમાં સહકાર આપી રહ્યાં નથી. 

READ ALSO

Related posts

રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી

Nakulsinh Gohil

અમેરિકામાં બર્ફિલા તોફાનના કારણે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

Akib Chhipa

મોટો નિર્ણય / રાજ્યના સરકારી ગોડાઉનમાં નહિ થાય અનાજની ચોરી, સરકાર લગાવશે 6 હજાર જેટલા CCTV કેમેરા

Nakulsinh Gohil
GSTV