GSTV
Home » News » આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને લાગ્યો મોટો ઝટકો, હાઈકોર્ટે બાજી ઉંધી વાળી દીધી

આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને લાગ્યો મોટો ઝટકો, હાઈકોર્ટે બાજી ઉંધી વાળી દીધી

આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમને મોટો ઝટકો લાગ્યો છે. પી. ચિદમ્બરમે ખરાબ સ્વાસ્થ્યનો હવાલો દઇ પોતાને જામીન આપવાની કરેલી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. ચિદમ્બરમે ઇડીની અટકાયતને પડકારી વચગાળાના જામીન માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે સ્વાસ્થ્યના આધારે જામીન માંગ્યા હતા. ચિદમ્બરમની અરજી પર ગુરૂવારે હાઇકોર્ટે મેડિકલ બોર્ડની રચના કરી હતી. આજે મેડિકલ બોર્ડે હાઇકોર્ટ સમક્ષ તેમનો રિપોર્ટ રજૂ કર્યો.

જે મુજબ ચિદમ્બરમને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂર નથી. આથી કોર્ટે કહ્યું કે ડોક્ટરો જેલમાં જ ચિદમ્બરમનું રેગ્યુલર ચેકઅપ કરે. સાથે જ તેમને પીવા માટે મિનરલ વોટર આપવામાં આવે. તેમજ મચ્છરોથી બચવા માટે લોશન પણ આપવામાં આવે. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ મેડિકલ બોર્ડનો રિપોર્ટ રજૂ કર્યો. જેમાં જણાવવામાં આવ્યું કે ચિદમ્બરમને સ્વચ્છ વાતાવરણ આપવાની જરૂર છે. એડમિટ કરવાની જરૂર નથી.

READ ALSO

Related posts

એક પિતાની વ્યથા : હું મારા દીકરાની વેદના જોઈ ના શક્યો, સરકાર ગરીબોને મારી નાખશે

Nilesh Jethva

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!