GSTV
Home » News » જેલમાં કેદ પૂર્વ નાણાં મંત્રીને મંદી અને અર્થતંત્રની ચિંતા, તિહાડ જેલમાંથી ચિદમ્બરમે કહી આ વાત

જેલમાં કેદ પૂર્વ નાણાં મંત્રીને મંદી અને અર્થતંત્રની ચિંતા, તિહાડ જેલમાંથી ચિદમ્બરમે કહી આ વાત

INX મીડિયા કેસમાં CBI તપાસનો સામનો કરી રહેલા અને વર્તમાનમાં દિલ્હીની તિહાડ જેલમાં કેદ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે દેશની અર્થવ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

કોંગ્રેસનાં કદાવર નેતા પી. ચિદમ્બરમના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરાયું છે. ચિદમ્બરમને INX મીડિયા કેસમાં રૌઝ એવન્યુ કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલ્યા છે.

ટ્વીટમાં ચિદમ્બરમે લખ્યુ છે મે મારા પરિવારને મારી તરફથી આ ટ્વીટ કરવા માટે કહ્યુ છે. આપ તમામના સમર્થન માટે આભાર, મારે કહેવુ છે કે હુ ગરીબ લોકોના ન્યાય અને અન્યાયની વચ્ચે અંતર કરવાની ક્ષમતાથી ચકિત છુ.

મને અર્થવ્યવસ્થાની વધારે ચિંતા છે. ગરીબ લોકો સૌથી વધારે પ્રભાવિત છે. ઓછી આવક, ઓછી નોકરીઓ, ઓછો વેપાર અને ઓછુ રોકાણ ગરીબ અને મધ્યમ વર્ગને પ્રભાવિત કરે છે. દેશને આ પડતી અને નિરાશાથી બહાર કાઢવાની યોજના ક્યાં છે?

READ ALSO

Related posts

મંદિરમાં ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા, અરબી ભાષામાં લખાણ

Pravin Makwana

દિલ્હી આ કોંગીનેતાઓ સામે એફઆઈઆર નોંધવા હાઈકોર્ટમાં અરજી

Nilesh Jethva

દિલ્હીમાં હિંસાના કારણે મૃતક આંક 36 સુધી પહોંચ્યો, ઘણા ખરા વિસ્તારોમાં શાંતિ જોવા મળી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!