GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

પી. ચિદમ્બરમના નિવાસસ્થાન પર પહોંચી સીબીઆઈ, થઈ શકે છે ધરપકડ

દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે આ વચ્ચે પી. ચિદમ્બરમના નિવાસસ્થાન પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ના અધિકારીઓની એક ટીમ પહોંચી છે.

આ વચ્ચે તેમની કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે તેવા એંધાણો મળી રહ્યાં છે. ત્યારે મળતી જાણકારી પ્રમાણે પી. ચિદમ્બરમ તેમના નિવાસ્થાન પર ન હોવાથી તેમના સ્ટાફ સાથે પુછતાછ કરી રહી છે.

આઈએનએક્સ મીડિયા ગોટાળા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવીને મોટો ઝટકો આપ્યો છે. ત્યારે પી.ચિદમ્બરમની ધરપકડનો રસ્તો સાફ થયો છે.

જસ્ટિસ સુનિલ ગૌરે ચિદમ્બરમની અરજી ફગાવીને પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. કોર્ટે 25 જાન્યુઆરીએ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજી ફગાવ્યા બાદ ધરપકડથી બચવા ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તેમની લીગલ ટીમ આનન-ફાનનમાં સપ્રીમ કોર્ટ પહોંચી હતી. સીબીઆઈ અને ઈડી બંનેએ ચિદમ્બરમની અરજીના આ આધારનો વિરોધ કર્યો હતો.

અને રજૂઆત કરી કે તેમની કસ્ટડી પૂછપરછ જરૂરી છે. કેમકે તેઓ સવાલોથી બચી રહ્યા છે. બંને તપાસ એજન્સીઓએ દલીલી કરી હતી કે ચિદમ્બરમના નાણાપ્રધાનના કાર્યકાળ દરમિયાન મીડિયા સમૂહને 2007માં વિદેશથી 305 કરોડ રૂપિયા મેળવવા માટે વિદેશ નિવેશ સંવર્ધન બોર્ડને મંજૂરી પ્રદાન કરાઈ હતી. ત્યાર બાદ ઈડીએ પાછલા વર્ષે આ મામલે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો.

READ ALSO

Related posts

કોરોનાનો ભરડો: ભાજપનાં ધારાસભ્યા કિશોર ચૌહાણનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, સારવાર અર્થે હોસ્પિટલમાં કરયા દાખલ

pratik shah

તબલીગી જમાતના 2200 વિદેશી સભ્યો પર સરકારનું સખત વલણ, આટલા વર્ષો માટે ભારતમાં બૅન

Bansari

અમદાવાદ: શહેરની સોલા સિવિલનાં વધુ 4 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં, ચેપગ્રસ્તોની સંખ્યા 20 પર પહોંચી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!