GSTV

8 વર્ષ પહેલાં જે મકાનનું લોકાર્પણ કર્યું એમાં જ કેદ થયા પી. ચિદમ્બરમ

આઠ વર્ષ પહેલાં જે મુખ્યાલયનું ચિદમ્બરના હસ્તે જ ઉદ્ઘાટન કરાયું હતું તે મુખ્યાલયમાં 24 કલાકથી બંધ છે. સીબીઆઈ મુખ્યાલયના આ મકાનનું લોકાર્પણ 30 જૂન 2011ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથીમાં ચિદમ્બરમ સામેલ હતા.આ સિવા કપિલ સિબ્બલ, વીરપ્પા મોઇલી અને મલ્લિકાર્જુંન ખડગે પણ આ સમયે હાજર હતા.

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમની ધરપકડ બાદ હવે સૌ કોઈની નજર કોર્ટના નિર્ણય પર છે. કારણ કે તેમને કોર્ટ જામીન આપે છે કે રિમાન્ડ પર મોકલે છે તેના પર ચિદમ્બરમના પરિવાર, કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર દેશની નજર છે. ગઈકાલે ભારે ડ્રામા બાદે તેમની ધરપકડ બાદ તેઓ રાત તો સીબીઆઈ ઓફિસમાં વિતાવી પરંતુ પૂછપરછમાં સાથ ન આપ્યો છે. દિકરા કાર્તિ ચિદમ્બરમ પણ ચેન્નાઈથી દિલ્હી દોડી આવ્યો હતો. કપિલ સિબ્બલ, અભિષેક મનુ સંઘવી અને સલમાન ખુર્શીદ જેવા વરિષ્ઠ વકિલો અને કોંગી નેતાઓએ ચિદમ્બરમના રાહત મળે તે માટે કાયદાની એક-એક કલમનો અભ્યાસ કરી લીધો છે. યુથ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર આવીને સીબીઆઈની કામગીરી સામે રોષ વ્યક્ત કરી ચૂકયા છે. તો બીજીતરફ કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને પણ ચિદમ્બરમને ટેકો આપી ચૂક્યા છે અને હવે સૌની નજર બે વાગ્યે સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટના નિર્ણય પર છે. આ સમયે ચિદમ્બરમ વતી તેના વકીલ અભિષેક મનુ સંઘવી ચિદમ્બરનો પક્ષ રાખવાના છે.

રાતભર 12 જેટલા સવાલ પૂછ્યા

ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે સીબીઆઈ લોકઅપમાં રાત વિતાવી છે. જ્યાં તેમની રાતભર પૂછપરછ થઈ હતી. જોકે ચિદમ્બરમ સીબીઆઈને પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા છે. સીબીઆઈ અધિકારીઓ સવાલ કરી રહ્યા છે તો સામે ચિદમ્બરમ સામે સવાલો કરી રહ્યા છે અને વરિષ્ઠ વકીલ રહેલા ચિદમ્બરમ અધિકારીઓને કાયદાના પાઠ સમજાવી રહ્યા છે. તેઓને રાતભર 12 જેટલા સવાલ પૂછ્યા છે. જેનો જવાબ આપવાના બદલે તેઓ સામે સવાલ કરતા જોવા મળ્યા છે.

પી. ચિદમ્બરમ નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે

પી. ચિદમ્બરને આજે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ રાઉજ એવન્યુ કોર્ટમાં બપોરે બે વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે રજૂ કરવામાં આવશે. જ્યાં સીબીઆઈ તેમના રિમાન્ડની માગ કરી શકે છે. કોર્ટમાં રજૂ કરતા પહેલાં પણ સીબીઆઈની ટીમે ચિદમ્બરની પૂછપરછ હાથ ધરી હતી. કોર્ટમાં રજૂ કરવાને લઈને ત્યાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. તો બીજી તરફ પી. ચિદમ્બરમ નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. ગઈકાલે ભારે હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સીબીઆઈએ દિલ્હીના જોરબાગ સ્થિત નિવાસ સ્થાનેથી ચિદમ્બરમની ધરપકડ કરી હતી. સીબીઆઈ હેડક્વાર્ટરમાં તબીબોની ટીમે તેમની મેડિકલ તપાસ હાથ ધરાઈ હતી.

Related posts

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

pratik shah

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!