GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અચ્છે દિનના વાયદા કરતી સરકારના શાસનમાં 3.8 ટકા બાળકો કુપોષણનો શિકાર બન્યા: પી.ચિદમ્બરમ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. આ મુલાકાત દરમ્યાન ચિદમ્બરમે જણાવ્યું કે, ઉદારીકરણ બાદ દેશને આર્થિક બળ મળ્યું હતું. ઉદારીકરણ એ કોંગ્રેસની ભેટ છે. તો ચિદમ્બરમે ભાજપ સરકાર પર નિશાન તાકતા જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષોથી એકધાર્યુ ભાજપનું શાસન છે. જે રાજ્ય માટે નુકસાનકારક છે.

મનમોહનસિંહની સરકારમાં જીડીપી 8.5 ટકા રહ્યો હતો. અરૂણ જેટલી જીડીપીને 8.5 ટકાથી વધારીને બતાવે. અચ્છે દિનનો વાયદો કરતી સરકારના શાસનમાં 3.8 ટકા બાળકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે. પાંચમાંથી એક બાળકને પુરતું ભોજન મળતુ નથી. નોટબંધી બાદ મુંબઈમાંથી મોટા પ્રમાણમાં નકલી નોટ પકડાઈ છે. નોટબંધીના લક્ષાંકથી સરકાર ભટકી ગઈ છે.

નોટબંધીથી આંતકવાદ કે કાળાનાણાં પર અંકુશ આવ્યો નથી. તો છેલ્લા આઠ મહિનાથી અચ્છે દિન આનેવાલે સાભળ્યું નથી. તો ચિદમ્બરમે જીએસટીને દેશવાસીઓ માટે ઝેર સમાન ગણાવ્યું હતું. જીએસટીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. ચિંદમ્બરમે વધુમાં જણાવ્યુ કે, હું દેશમાં ભ્રષ્ટાચાર હોવાનું સ્વિકારૂ છું. ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનાર છે એટલે ભ્રષ્ટાચારમાં વધારો થયો છે.

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના  કારણે 14 વર્ષીય સગીરાનું મોત

Nakulsinh Gohil
GSTV