GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ચિદમ્બરમને કોર્ટે આંચકો આપ્યો, ફરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા કોંગ્રેસ નેતા

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને દેશનાં પૂર્વ ગૃહ મંત્રી પી.ચિદમ્બરમ INX મીડિયા કેસમાં સીબીઆઇ તપાસનો સામને કરી રહ્યા છે. ચિદમ્બરમ છેલ્લા ઘણાં દિવસોથી તિહાડ જેલમાં કેદ છે. જો કે આજે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે ચિદમ્બરમને મોટો ફટકો આપ્યો છે. કોર્ટે ફરી વખત ચિદમ્બરમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. એટલે હવે ચિદમ્બરમ દિલ્હીની તિહાડ જેલમાં 3 ઓક્ટોબર સુધી રહેશે. મોટા રાજકિય નાટક બાદ અંતે સીબીઆઇએ આઇએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરી હતી.

આ પહેલા સીબીઆઇએ અદાલતમાં ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીની સમયમર્યાદા લંબાવવાની માગ કરી હતી. જે મામલે ચિદમ્બરમનાં વકીલ અને સિનીયર અધિવક્ત કપિલ સિબ્બલે ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી વધારવાની સીબીઆઇની અરજીનો વિરોધ કર્યો હતો.

પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ બાદ કર્ણાટકમાં કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાકને પણ તિહાડ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. શિવકુમારને ઈડીની કસ્ડટી દરમ્યાન દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થયા બાદ તેમને તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પૂર્વ ગૃહ પ્રધાન ચિદમ્બરમ પણ અત્યાર તિહાડ જેલમાં બંધ છે.

READ ALSO

Related posts

અનલોક-વન: અમદાવાદનાં ઉત્તરઝોનમાં આપવામાં આવેલી છૂટ છાટ પડી ભારે, નવા 86 કેસ નોંધાવાથી મચ્યો હડકંપ

pratik shah

અમેરિકી મહિલાનો સનસનીખેજ દાવો, પાકિસ્તાનના પૂર્વ ગૃહપ્રધાને નશીલી દવા પીવડાવી કર્યો હતો રેપ

Pravin Makwana

કાળમુખો કોરોના: વિશ્વભરમાં ઘાતક વાયરસથી સંક્રમિતોની સંખ્યા 69 લાખથી વધુ, મૃત્યુઆંક 4 લાખને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!