GSTV
India News Trending

INX મીડિયા કેસમાં જામીન માટે પી ચિદંબરમ દિલ્હી હાઇકોર્ટની શરણે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. ચિદમ્બરમને આઇએનએક્સ મીડિયા મામલે સીબીઆઇના કેસમાં મંગળવારે જ જામીન મળી ચૂક્યા છે. આથી હવે તેઓ કેસની તપાસ કરી રહેલા ઇડીના મામલામાં પણ જામીન મેળવવા માંગે છે.

ઇડીનો હેતુ અરજકર્તાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે

ચિદમ્બરમે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે ઇડીએ તેમની ધરપકડ બદઇરાદાને કારણે કરી છે. ઇડીનો હેતુ અરજકર્તાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે.

હાલમાં પી. ચિદમ્બરમ 24 ઓક્ટોબર સુધી તિહાર જેલમાં ઇડીની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. આઇએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ 16 ઓક્ટોબરના રોજ પી. ચિદમ્બરમની અંદાજે 2 કલાક પૂછપરછ કરી હતી અને ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી.

Read Also

Related posts

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

Hina Vaja

હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ

Hina Vaja

દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ

Siddhi Sheth
GSTV