દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પી. ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડી 27 નવેમ્બર સુધી વધારી છે. પી. ચિદમ્બરમને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા.

આઇએનએક્સ મીડિયા કેસમાં તેમની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂર્ણ થઇ રહી હતી. આઇએનએક્સ મીડિયા કેસમાં કોર્ટે 30 ઓક્ટોબરના રોજ ચિદમ્બરમને 13 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે તેમની વધુ એક દિવસની રિમાન્ડની ઇડીની માંગણી કોર્ટે ફગાવી દીધી હતી.

જો કે કોર્ટે આ દરમ્યાન ચિદમ્બરમને ઘરનું ભોજન, દવા અને વેસ્ટર્ન ટોયલેટની સુવિધા આપવાની મંજૂરી આપી હતી. મહત્વનું છે કે આઇએનએક્સ મીડિયા કેસની તપાસ સીબીઆઇ અને ઇડી બંને કરી રહ્યા છે. જો કે સીબીઆઇના કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. પરંતુ ઇડીનો કેસ ચાલતો હોવાથી તેઓ જેલની બહાર આવી શક્યા નથી.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે