GSTV
Home » News » પી.ચીદમ્બરમનો દાવોઃ 2019ની ચૂંટણીમાં ભાજપ આ ત્રણ મુદ્દાથી ડરી રહી છે

પી.ચીદમ્બરમનો દાવોઃ 2019ની ચૂંટણીમાં ભાજપ આ ત્રણ મુદ્દાથી ડરી રહી છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં તથા ગૃહ પ્રધાન રહી ચુકેલા પી. ચિદમ્બરમે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણ મુદ્દાઓથી ડરી રહ્યું હોવાનો દાવો કર્યો છે. ચિદમ્બરમે કહ્યું છે કે નોકરીઓમાં ઘટાડો, મહિલા-બાળકોની સુરક્ષા અને મોંઘવારીમાં વધારા જેવા મુદ્દાઓ ભાજપને લોકસભાની ચૂંટણીમાં મુશ્કેલીમાં મૂકશે.

કોંગ્રેસ ઘોષણાપત્ર સમિતિના પ્રમુખે મુંબઈ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આના સંદર્ભે ટિપ્પણી કરી હતી. કોંગ્રેસનું ઘોષણાપત્ર તૈયાર કરવા માટે સમિતિના સદસ્યો વિવિધ શહેરોમાં વિભિન્ન વર્ગોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

ચિદમ્બરમે કહ્યું કે શનિવારે બે કલાકની ચર્ચા દરમિયાન સમિતિને 67 સૂચનો મળ્યા છે. તેમણે કહ્યુ છે કે જો જનતા કહે છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટવી જોઈએ અને સરકાર તેને સાંભળતી નથી. તો આવી સરકાર લોકતાંત્રિક નથી. 2014માં ભાજપ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પર નિશાન સાધતા ચિદમ્બરમે કહ્યું છે કે તેઓ એક કક્ષમાં બેસીને પચ્ચીસ લાખ રૂપિયા તમારા ખાતામાં નાખવાનો અથવા ચાર કરોડ નોકરીઓ પેદા કરવાનો વાયદો કરી શકે છે. પરંતુ તેઓ લોકો પાસેતી જાણવા ચાહે છે કે તેમની શું આશાઓ છે.

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

PoK ભારતનું અભિન્ન અંગ છે,પાકિસ્તાની સેનાએ પીઓકે ખાલી કરી દેવું જોઇએ: આ નેતાનું બયાન

Riyaz Parmar

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!