GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજ્યમાં મેઘો મહેરબાન : ઓઝત-2 અને વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, માણેકપુર ગામ બન્યું સંપર્ક વિહોણુ, કચ્છ-પોરબંદર અને જામ ખંભાળીયામાં NDRF તૈનાત

ગુજરાતમાં મેઘરાજાએ કૃપા કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રને ધમરોળ્યુ છે. જેમાં રાજકોટમાં છેલ્લા બે દિવસમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ જતા અનેક લોકોને પરેશાન થવું પડ્યું છે. તો કચ્છમાં પણ બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તો હજુ આગામી ત્રણ દિવસમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે.

કચ્છમાં એનડીઆરએફની એક ટુકડી તહેનાત કરાઈ છે. જે અંતર્ગત ભુજમાં એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે. તો આ ઉપરાંત પોરબંદરમાં પણ એનડીઆરએફની ટીમ પહોંચી છે. ભારે પવન અને વરસાદની આગાહીને લઇને 25 ટીમની એક એનડીઆરએફની ટુકડી રેસ્ક્યુ સહિતની જરૂરી સામગ્રી લઇને પોરબંદર પહોંચી છે. ખંભાળિયામાં પણ સુરક્ષાના હેતુસર એનડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદથી રાજુલાનો ધાતરવડી ડેમ નંબર 1 ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

તો માળીયા હાટીનામાં મેઘલ નદીમાં નવા નીરની આવક થઇ છે. ભાખરવડ ડેમમાં નવા નીર આવતા 65 ટકા ડેમ ભરાઈ ગયો છે. તો આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે આણંદપુર નજીક આવેલ ઓઝત-2 ડેમના ત્રણ દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા આવ્યાં છે. જૂનાગઢમાં પહેલા વરસાદમાં જ વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. તો ભારે વરસાદના પગલે કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર થયો છે. હજારો હેક્ટર મગફળીનો પાક પાણીમાં ડુબ્યો છે. ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર થયો છે.

ગીર સોમનાથના ઊના દરિયા પટ્ટીનું માણેકપુર ગામ સંપર્ક વિહોણુ બન્યું હતુ. પોરબંદરથી પરણવા આવેલા જાનૈયા ફસાઇ ગયા હતા. બે વર્ષ પહેલા વરસાદના લીધે આ ગામમા તારાજી સર્જાઇ હતી. ત્યારે ગીર ઉપરવાસમાં ભારે વરસાદના લીધે માણેકપુરથી પસાર થતી રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. માણેકપુર ગામની રાવલ નદીના ધસમસતા પ્રવાહમા એક ગાય તણાઈ હતી.

READ ALSO

Related posts

ભાજપમાં ભડકાના એંધાણ: વસુંધરાએ નડ્ડાને રોકડુ પરખાવી દીધું, ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ !

Pravin Makwana

બનાસકાંઠાના કાણોદર હાઇવે પર સીએનજી ગેસની બોટલમાં લીકેજ થતા મચી અફરા તફરી

Nilesh Jethva

અરવલ્લી જિલ્લાની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને રિયાલીટી ચેક, જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!