GSTV
Gujarat Government Advertisement

ખેડૂત આંદોલન/ ઓક્સિજન સપ્લાયમાં મોડું થવા બદલ ખેડૂતો જવાબદાર, સપ્લાયર્સએ લગાવ્યા ગંભીર આરોપો

Last Updated on April 21, 2021 by Damini Patel

દિલ્હી સરહદ પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ઓક્સિજન ટેંકરને પહોંચવામાં મોડુ થઈ રહ્યું હોવાનો આરોપ ગેસ સપ્લાયર્સ દ્વારા લગાવવામાં આવ્યો હતો. ગેસ સપ્લાયર્સના મતે ખેડૂત આંદોલનને કારણે રસ્તો ખુલ્લો ના હોવાને કારણે 2-3 કલાકથી વધુ સમય બગડે છે. આ મુદ્દે ઓક્સિજન સ્પલાયર્સ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. પરંતુ ખરેખર તો ખેડૂતોએ તો ઓક્સિજન ટેન્કર્સને જોઈ રસ્તો ખુલ્લો કર્યો હોવાનું ટેન્કર્સના ડ્રાઈવર્સે કર્યો હતો. ડ્રાઈવરે જણાવ્યું કે, ઓક્સિજન ટેન્કરને જોતા જ ખેડૂતોએ તાત્કાલિક રસ્તો ખાલી કર્યો હતો અને આ સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી. જેને કારણે રસ્તો ફટાફટ ખુલ્લો મુકાયો અને ટેન્કર નિશ્ચિત સમયમાં દિલ્હીના પશ્ચિમ બિહાર સ્થિત બાલાજી હોસ્પિટલે પહોંચ્યા હતા.

કંપનીઓએ કેન્દ્રને લખ્યો પત્ર

જો કે ગેસ સપ્લાયર્સ ખેડૂત આંદોલનને લઇ ત્રણ કલાક બરબાદ થયા હોવાનો દાવો કરી રહ્યા છે. દિલ્હી બોર્ડર પર જારી આંદોલન તરફથી ઓક્સિજન તેનકાટોને રસ્તો મળતો નથી. જેનાથી અહીં સુધી પહોંચવામાં સમય લાગે છે. ઓક્સિજન સપ્લાય કરવા વાળી કંપનીએ આ વખતે કેન્દ્ર સરકારનબી પાત્ર લખ્યો છે. કંપનીએ કહ્યું કે, જો રસ્તો ખુલ્લો મળે તો ઓછા સમયમાં દિલ્હીમાં ઓક્સિજન ભરેલા ટેન્કર પહોંચી જશે.

ગ્રીન કોરિડોર બનાવવાની માંગ

ખેડૂતો

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના વધતા કેસોના કારણે ઓક્સિજનની ભારે સમસ્યા થઇ રહી છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓક્સિજનની કમીને લઇ કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી. પરંતુ દિલ્હી અને આજુબાજુમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના કારણે ગેસની આપૂર્તિમાં સમસ્યા થઇ રહી છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કિસાન આંદોલનને સમર્થન કરવાનો આરોપ લાગ્યો છે. ઇનબોક્સ એર પ્રોડક્શન લિમિટેડે કેન્દ્ર સરકારને ગ્રીન પત્ર લખી પાનીપત સ્થિત ઓક્સિજન પ્લાન્ટથી ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યું છે, પરંતુ દિલ્હીમાં સિંઘુ બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શનના કારણે ટેન્કરોને કલાકો સુધી રાહ જોવી પડે છે. કંપની સરકાર પાસે અહીં ગ્રીન કોરિડોર બનાવવાની માંગ કરી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!